સરળ આવર્ત ગતિ કરતાં લોલકના ગોળાનો પાણીમાં આવર્તકાળ $t$ છે. જયારે હવાના માઘ્યમમાં તેનો આવર્તકાળ $t_0$ છે.જો ગોળાના દ્રવ્યની ઘનતા $\frac 43 \times1000\; kg/m^3$ હોય અને પાણીનું અવરોધક બળ અવગણ્ય હોય, તો $t$ અને $t_0$ વચ્ચેનો નીચેના પૈકી કયો સંબંઘ સાચો છે?
સરળ આવર્ત ગતિ કરતા એક સાદા લોલક માટે આવર્તકાળના વર્ગ $(T^2)$ વિરુદ્ધ લંબાઈ $(L)$ના આલેખ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
એક સાદા લોલકને એવી જગ્યાએ મૂકવામાં આવે છે કે જેથી તેનું પૃથ્વીની સપાટી ઉપરથી અંતર પૃથ્વીની ત્રિજ્યા બરાબર થાય. જો દોરીની લંબાઈ $4 m$ હોય તો નાના દોલનોનો આવર્તકાળ_______$s$ થશે. [ $g=\pi^2 m s^{-2}$ લો.]
સાદુ લોલક $2 \,sec$ ના આવર્તકાળથી દોલનો કરે છે,સમતોલન સ્થાન પાસે દોરીમાં તણાવ કેટલો થાય?
બે સાદા લોલક જેની લંબાઈ અનુક્રમે $1\;m$ અને $4\;m$ છે તેને કોઈ સમાન સમયે સમાન દિશામાં થોડુક દોલન કરવવામાં આવે છે.કેટલા દોલનો પૂર્ણ કર્યા પછી તે સમાન સ્થિતિમાં પાછા આવશે?