$100\,m$ લાંબા તારના આડછેદનું ક્ષેત્રફળ $6.25 \times 10^{-4} \;m ^2$ અને તેનો યંત્ર ગુણાંક $10^{10}\,Nm ^{-2}$ છે. જો તેને $250\,N$ વજન લગાડવામાં આવે, તો તારની લંબાઈમાં થતો વધારો કેટલો હશે?

  • [JEE MAIN 2023]
  • A

    $6.25 \times 10^{-3}\,m$

  • B

    $4 \times 10^{-4}\,m$

  • C

    $6.25 \times 10^{-6}\,m$

  • D

    $4 \times 10^{-3}\,m$

Similar Questions

સ્ટીલ અને બ્રાસના આડછેદ અનુક્રમે $0.1 \,cm^2$ અને $0.2 \,cm^2$ છે.વજન $W$ દ્વારા બંનેમાં સમાન પ્રતિબળ ઉત્પન્ન થતું હોય,તો તણાવનો ગુણોત્તર કેટલો થાય?

એક તાર પર વજન લગાવતા તેની લંબાઈમાં $1 \,mm$ નો વધારો થાય છે. તેટલું જ વજન બમણી લંબાઈ અને બમણી ત્રિજ્યા ધરાવતા તાર પર લગાવવામાં આવે તો તેની લંબાઈમાં થતો વધારો  ........ $mm$  હોય ?

$d$ ઘનતા ધરાવતા એક જાડુ રબર જેની લંબાઈ $L$ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ છે તેને લટકાવેલ છે. તેના પોતાના વજનને લીધે તેની લંબાઈમાં વધારો થાય છે તો આ વધારો કોના સમપ્રમાણમાં હોય ?

$1\,m$ લંબાઈ અને $10^{-4}\,m ^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સ્ટીલના સળિયાને લાંબો થયા કે વાળ્યા સિવાય $0^{\circ}\,C$ થી $200^{\circ}\,C$ સુધી ગરમ કરવામાં આવે છે. સળિયામાં ઉત્પન્ન થતું સંકોચન તણાવ $........\times 10^4\,N$ હશે.

(સ્ટીલનો યંગ ગુણાંક $=2 \times 10^{11}\,Nm ^{-2}$, રેખીય પ્રસરણાંક $=10^{-5}\, K ^{-1}$ આપેલા છે.)

  • [JEE MAIN 2023]

$1\, m$ લંબાઇ અને $1.0 \times {10^{ - 2}}\,c{m^2}$ આડછેદ ધરાવતા તારની લંબાઇ $0.2\,cm$ વધારવા માટે કરવું પડતું કાર્ય $0.4\, J$ છે,તો તારનો યંગ મોડયુલસ કેટલો હોવો જોઈએ?