- Home
- Standard 11
- Physics
સામાન્ય અવલોકન એવું છે કે વરસાદી વાદળો દરિયાની સપાટીથી લગભગ એક કિલોમીટર ઊંચાઈએ હોય છે.
$(a)$ વરસાદનું બુંદ (ટીપું) આટલી ઊંચાઈએથી ગુરવાકર્ષણની અસર હેઠળ મુક્તપતન કરે તો તેની ઝડપ કિમી $/$ કલાકમાં મેળવો. $(g = 10\, m/s^2).$
$(b)$ એક $4 \,mm$ વ્યાસનું નમૂનારૂપ બુંદ છે જેનું વેગમાન $mv$ છે તે જ્યારે જમીન પર અથડાય ત્યારે તેના વેગમાનનો અંદાજ મેળવો.
$(c)$ આ બુંદને પ્રસરણ થતાં લાગતાં સમયનો અંદાજ મેળવો.
$(d)$ વેગમાનના ફેરફારનો દર એટલે બળ . તો આ બુંદ વડે તમે કેટલું બળ અનુભવશો ?
$(e)$ તમારી છબી પર આ બુંદ પડે તો તેનાં પર લાગતાં બળનો અંદાજ મેળવો. એક સરખી ઊંચાઈએ રહેલાં બે બુંદો વચ્ચેનું અંતર $5\, cm$ છે.
(ધારો કે છબી $1\,m$ વ્યાસ ધરાવતી ગોળાકાર છે અને કપડું વીંધાય તેવું નથી.)
Solution
અહીં, ઉંચાઈ $h=1 km =1000 m$
$g=10 m / s ^{2}$
$(a)$ $1\,km$ ઊંચાઈએથી મુક્તપતન પામતાં બુંદ જમીન પર આવે ત્યારે મેળવેલો વેગ,
$\therefore v=\sqrt{2 g h}=\sqrt{2 \times 10 \times 1000}$
$\therefore v=100 \sqrt{2} m / s$
$\therefore v=\frac{100 \sqrt{2} \times 3600}{1000} km / h$
$\therefore v=360 \sqrt{2}=360 \times 1.414$
$\therefore v=509.04 km =509 km / h$
$(b)$ બુંદ ની ત્રિજ્યા $r=\frac{4 mm }{2}=2 mm =2 \times 10^{-3} m$
બુંદનું દળ $m=$ કદ $\times$ ધનતા
$=\frac{4}{3} \pi r^{3} \rho$
$=\frac{4}{3} \times \frac{22}{7} \times\left(2 \times 10^{-3}\right)^{3} \times 10^{3}$
$=33.52 \times 10^{-6}$
$\approx 3.4 \times 10^{-5} kg$
$\therefore$ વરસાદના બુંદનું વેગમાન $p=m v$
$\therefore p=3.4 \times 10^{-5} \times 100 \sqrt{2}$
$\therefore p=4.8076 \times 10^{-3}$
$\therefore p=4.81 \times 10^{-3} kg ms ^{-1}$
$(c)$ બુંદને પ્રસરણ થતાં લાગતો સમય = (જમીન પર બુંદના પાછીને તેના વ્યાસ જેટલું અંતર કાપતાં લાગતો સમય)
$\therefore t=\frac{2 r}{v}=\frac{4 \times 10^{-3}}{100 \sqrt{2}}$
$\therefore t=2.828 \times 10^{-5} s$
$\therefore t=2.81 \times 10^{-5} s \approx 28 \mu s$
$(d)$ વરસાદના બુંદ પર લાગતું બળ
$F$$=$વેગમાનમાં ફેરફાર/સમય
$=\frac{p_{i}-p_{f}}{t}=\frac{p-0}{t}$
$=\frac{4.7 \times 10^{-3}}{2.8 \times 10^{-5}} \approx 168 \mathrm{~N}$