એવું જાણવા મળ્યું છે કે મીણને ઘન બનાવતા તે સંકોચાઇ છે.જો ઓગળેલા મીણને મોટા પાત્રમાં નાખી તેને ધીમે-ધીમે ઠંડુ પડવા દેવામાં આવે તો ....
તે ઉપરથી નીચે ઘનમા ફેરવાશે.
તે નીચેથી ઉપર ઘનમા ફેરવાશે.
તે મધ્યમાથી ઉપર અને નીચે બનેબાજુ સમાન દરથી ઘનમા ફેરવાશે.
બધુ દળ એકસાથે ઘનમા ફેરવાશે
કદ-પ્રસરણાંક $(\alpha _v)$ અને રેખીય પ્રસરણાંક $(\alpha _l)$ વચ્ચેનો સંબંધ મેળવો.
આલ્કોહોલ અને પારા પૈકી કોનું $\alpha _V$ મૂલ્ય મોટું છે ?
એક સ્ફટિકનો એક દિશામાં પ્રસરણાંક $13\times10^{-7}$ અને તેની દરેક લંબ દિશામાં $231\times10^{-7}$ છે તો તેનો કદ પ્રસરણાંક કેટલો હશે?
$40\,^oC$ તાપમાને રહેલ એક $1\, mm$નો બ્રાસનો તાર છત પર લટકાવેલ છે. એક $M$ દળને તારના છેડે લટકાવેલ છે.જયારે તારનું તાપમાન $40\,^oC$ થી $20\,^oC$ થાય ત્યારે તે પોતાની મૂળ લંબાઈ $0.2\, m$ પ્રાપ્ત કરે છે.તો દળ $M$ નું મૂલ્ય લગભગ ...... $kg$ હશે? ( રેખીય પ્રસરણનો પ્રસરણણાંક અને બ્રાસનો યંગ મોડ્યુલસ અનુક્રમે $10^{-5}/^oC$ અને $10^{11}\, N/m^2$,; $g = 10\, ms^{-2}$)
ગ્લિસરિન માટે કદ-પ્રસરણાંક $49 \times10^{-5}\, K^{-1}$ છે. જો તેનાં તાપમાનમાં $30 \,^oC$ નો વધારો કરવામાં આવે, તો તેની ઘનતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે ?