જો $R$ અને $S$ એ ગણ $A$ પરના અરિકત સંબંધ છે તો આપેલ વિધાન પૈકી ... અસત્ય છે.
$R$ અને $S$ પરંપરિત હોય ==> $R \cup S$ એ પરંપરિત હોય.
$R$ અને $S$ પરંપરિત હોય ==> $R \cap S$ એ પરંપરિત હોય.
$R$ અને $S$ સંમિત હોય==> $R \cup S$ એ સંમિત હોય
$R$ અને $S$ સ્વવાચક હોય==>$R \cap S$ એ સ્વવાચક હોય.
સંબંધ $R$ એ ગણ $N$ પર $R =\{(a,\, b)\,:\, a=b-2,\, b>6\} $ દ્વારા આપેલ છે.
$R$ પર વ્યાખ્યાયિત સંબંધ $S =\left\{(a, b): a \leq b^{3}\right\}$ એ સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહિ તે ચકાસો.
કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યોના ગણ $A$ પર વ્યાખ્યાયિત સંબંધ $R =\{(x, y): x$ અને $y$ એક જ વિસ્તારમાં રહે છે. $\}$ સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહિ તે નક્કી કરો ?
જો $A=\{1,2,3, \ldots . . . .100\}$. જો $R$ એ સંબંધ $A$ પર છે. તથા $(x, y) \in R$ થી વ્યાખાયિત છે, જો અને તો જ $2 x=3 y$. જો $R_1$ એ $A$ પર સંમિત સંબંધ હોય તો $R \subset$ $R_1$ અને $R_1$ ના ઘટકોની સંખ્યા $n$ છે. તો $n$ ની ન્યુનત્તમ કિંમત મેળવો.
સાબિત કરો કે સમતલમાં આવેલાં બિંદુઓના ગણ $\mathrm{A}$ પર વ્યાખ્યાયિત સંબંધ $\mathrm{R} =\{( \mathrm{P} ,\, \mathrm{Q} ):$ ઊગમબિંદુથી બિંદુ $\mathrm{P}$ નું અંતર એ ઊગમબિંદુથી બિંદુ $\mathrm{Q}$ ના અંતર જેટલું જ છે; હોય, તો $\mathrm{R}$ એ સામ્ય સંબંધ છે. સાબિત કરો કે ઊગમબિંદુ સિવાયના બિંદુ ને સાથે સંબંધ $\mathrm{R}$ ધરાવતા બધાં જ બિંદુઓનો ગણ એ $\mathrm{P}$ માંથી પસાર થતું અને ઊગમબિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે.