$18 \;W / cm ^{2}$ જેટલું ઊર્જા ફલક્સ ધરાવતો પ્રકાશ એક અપરાવર્તનીય સપાટી પર લંબરૂપે આપાત થાય છે. જો આ સપાટીનું ક્ષેત્રફળ $20\; cm ^{2}$ હોય તો $30$ $min$ જેટલા સમયગાળા માટે સપાટી પર લાગતું સરેરાશ બળ શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સપાટી પર આપાત કુલ ઊર્જા,

$U=\left(18 \,W / cm ^{2}\right) \times\left(20 \,cm ^{2}\right) \times(30 \times 60\,s)$

$=6.48 \times 10^{5}\, J$

તેથી (પૂર્ણ શોષણ માટે) સપાટીને અપાતું કુલ વેગમાન,

$p=\frac{U}{c}=\frac{6.48 \times 10^{5}\, J }{3 \times 10^{8}\, m / s }=2.16 \times 10^{-3}\, kg \,m / s$

સપાટી પર લગાડાતું સરેરાશ બળ,

$F=\frac{p}{t}=\frac{2.16 \times 10^{-3}}{0.18 \times 10^{4}}=1.2 \times 10^{-6} \;N$

જો સપાટી સંપૂણૅ પરવાતૅક હોત તો કેવી રીતે તમારું પરિણામ સુધારશો ?

Similar Questions

પુસ્તકમાં વિદ્યુતચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની શબ્દાવલિ $(Terminology)$ આપેલ છે. $E = hv$ (વિકિરણનો ઊર્જા-જથ્થો ફોટોન માટે)નો ઉપયોગ કરી વિદ્યુતચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની ફોટોન ઊર્જા $eV$ એકમમાં મેળવો. તમે જે આ જુદા જુદા ક્રમની ફોટોન-ઊર્જા મેળવો છો તે કેવી રીતે વિદ્યુતચુંબકીય વિકિરણના જુદા-જુદા સ્રોત સાથે સંબંધ ધરાવે છે ?

જ્યારે વિદ્યુતચુંબકીય તરંગ ડાઈઈલેકટ્રીક માધ્યમમાં પસાર થાય ત્યારે નિર્ગમન પામતા તરંગની ......

$500\, MHz$ ની આવૃતિવાળું વિદ્યુતચુંબકીય તરંગ $Y-$દિશામાં ગતિ કરે છે. એક બિંદુ આગળ ચોક્કસ સમયે ચુંબકીયક્ષેત્ર $\overrightarrow{ B }=8.0 \times 10^{-8} \hat{ z } \;T$. છે તો આ બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર કેટલું થશે?

(પ્રકાશનો વેગ $\left.=3 \times 10^{8}\, ms ^{-1}\right)$

$\hat{ x }, \hat{ y }, \hat{ z }$ એ $x , y$ અને $z$ દિશાના એકમ સદીશ છે.

  • [JEE MAIN 2021]

એક સમતલીય વિદ્યુતચુંબકિય તરંગમાં વિઘુત ક્ષેત્ર ના દોલનની આવૃત્તિ $\mathrm{f}=5 \times 10^{10} \mathrm{~Hz}$ અને કંપવિસ્તાર $50$ $\mathrm{Vm}^{-1}$ છે. તો આ તરંગની કુલ વિદ્યુતચુંબકિય ક્ષેત્રની ઉર્જા ધનતા .........

$\left[\varepsilon_0=8.85 \times 10^{-12} \mathrm{C}^2 / \mathrm{Nm}^2\right.$ લેવુ]

  • [JEE MAIN 2024]

જો વિદ્યુતચુંબકીય તરંગ ધન $x$-દિશામાં પ્રસરતા હોય અને $y$ અને $z-$ દિશામાં અનુક્રમે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રના સદિશના દોલનો હોય, તો $Ey$ અને $Bz$ ના સમીકરણ લખો.