- Home
- Standard 12
- Biology
વનસ્પતિના વિવિધ દ્વિતીયક ચયાપચકો ઔષધીય ગુણધર્મો ધરાવે છે. તેનો દુરુપયોગ વિવિધ સમસ્યાઓ પેદા કરે છે. યોગ્ય ઉદાહરણ આપી વિધાન સમજાવો.
Solution
બાર્બીટ્યુરેટ, એમ્ફિટેમાઈન્સ, બેન્ઝોડાયએઝાઇન અને તેના જેવી અન્ય ડ્રગ્સ જે હતાશા (depression) અને અનિદ્રા (insomnia) જેવી મગજની બીમારીથી પીડાતા રોગીઓની સહાયતા માટે સામાન્ય રીતે ઔષધ સ્વરૂપે તેઓનો ઉપયોગ આકૃતિ ધતૂરાની પુષ્પીય શાખા કરવામાં આવે છે. પરંતુ તેઓનો પણ દુરુપયોગ થાય છે. મોર્ફિન એ અસરકારક શાંતિદાયક કે દર્દશામક ઔષધ અને જેમને શસ્ત્રક્રિયા થઈ છે તેવા દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. ભ્રામક ગુણ ધરાવતી વનસ્પતિઓ, ફળ, બીજનો વિશ્વભરમાં લોક ઔષધી, ધાર્મિક ઉત્સવો તેમજ અનુષ્ઠાનોમાં વર્ષોથી ઉપયોગ થઈ રહ્યો છે. જ્યારે આ ઔષધો ચિકિત્સાના ઉપયોગ સિવાય અન્ય ઉદ્દેશ્યથી લેવામાં આવે ત્યારે તે કેટલી માત્રામાં કેટલી વાર લેવાયા છે, તેને કારણે વ્યક્તિના શારીરિક, દેહધાર્મિક કે માનસિક કાર્યોમાં ગરબડ કે વિક્ષેપ સર્જાય ત્યારે કહી શકાય કે, આ નશાકરક દવા (drug)નો દુરુપયોગ થયો છે