- Home
- Standard 12
- Biology
1.Sexual Reproduction in Flowering Plants
medium
પરાગરજની જીવિતતા વિશે જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થાય અને જો ફલનમાં ભાગ લેવાની હોય તો તેઓની જીવિતતા ગુમાવાય તે પહેલાં તેમનું પરાગાસન પર સ્થાપન થવું જરૂરી છે. પરાગરજની જીવિતતાનો સમયગાળો ભિન્નતા દર્શાવે છે અને તે કંઈક અંશે પ્રવર્તમાન તાપમાન અને ભેજ પર આધારિત છે. કેટલાક ધાન્યો જેવા કે ઘઉં અને ચોખામાં પરાગરજ મુક્ત થયા પછીની $30$ મિનિટમાં જીવિતતા ગુમાવે છે અને રોઝેસી, લેગ્યુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોમાં તેની જીવિતતા મહિનાઓ સુધી હોય છે.
મોટી સંખ્યાની જાતિઓની પરાગરજને પ્રવાહી નાઇટ્રોજન $\left(-196^{\circ} \mathrm{C}\right)$માં સંગ્રહિત કરી શકાય છે. આ સંચિત પરાગરજનો ઉપયોગ પરાગનિધિ (pollen bank) તરીકે થાય છે. જે પાક સંવર્ધિત કાર્યક્રમો માટે ઉપયોગી બીજનિધિ જેવું જ છે.
Standard 12
Biology