1. Electric Charges and Fields
medium

વિધુતક્ષેત્રની વિશેષતાઓ જણાવો.

Option A
Option B
Option C
Option D

Solution

વિદ્યુતક્ષેત્રની વિશેષતાઓ નીચે મુજબ છે :

$(i)$ વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરતાં વિદ્યુતભારને સ્ત્રોત વિદ્યુતભાર કહે છે અને વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય નક્કી કરનાર વિદ્યુતભારને પરીક્ષણ વિદ્યુતભાર કહે છે.

"સ્ત્રોત વિદ્યુતભારની નજીક પરીક્ષણ વિદ્યુતભાર મૂકતાં તેમની વચ્ચે વિદ્યુતબળ લાગે તેથી સ્ત્રોત વિદ્યુતભાર ખસવાનો પ્રયત્નો કરશે પણ તે ન ખસે તે માટે પરીક્ષણ વિદ્યુતભાર અવગણી શકાય તેવો (સૂક્ષ્મ વિદ્યુતભાર ધરાવતો) લેવો કે જેથી સ્ત્રોત 

વિદ્યુતભાર પર સૂક્ષ્મ બળ લાગે પણ $\frac{F}{q}$ નો ગુણોત્તર નિશ્ચિત બને અને તે વિદ્યુતક્ષેત્રને $\overrightarrow{ E }=\lim _{q \rightarrow 0} \frac{\overrightarrow{ F }}{q}$ વડે વ્યાખ્યાયિત થાય.

$(ii)$ સ્ત્રોત વિદ્યુતભાર વડે ઉદ્રવતું વિદ્યુતક્ષેત્ર, પરીક્ષણ વિદ્યુતભારના પદમાં વ્યાખ્યાયિત થતું હોવા છતાં વિદ્યુતક્ષેત્ર એ પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર છે. કારણ કે, $F$ એ $q$ ના સમપ્રમાધામાં હોવાથી $F/q$ ગુણોતર $q$ પર આધારિત નથી જ્યાં $q$ એ પરીક્ષણ વિદ્યુતભાર છે.

ત્રિ-પરિમાણિક અવકાશમાં દરેક બિંદુ વિદ્યુતક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે.

$(iii)$ ધન વિદ્યુતભારનું વિદ્યુતક્ષેત્ર વિદ્યુતભારથી ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ હોય છે. જે આકૃતિ $(a)$ માં દર્શાવેલ છે.

ઋણ વિદ્યુતભારનું વિદ્યુતક્ષેત્ર વિદ્યુતભાર તરફની દિશામાં હોય છે જે આકૃતિ $(b)$ માં દર્શાવેલ છે.

$(iv)$ સ્ત્રોત વિદ્યુતભારના લીધે, પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ, તેમની વચ્ચેના અંતર પર આધાર રાખતું હોવાથી વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય પણ અંતર પર આધાર રાખે છે અને તે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે.

$\therefore E \propto \frac{1}{r^{2}}$

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.