- Home
- Standard 12
- Biology
પુષ્પો દ્વારા સ્વ-પરાગનયન રોકવા માટે વિકસાવેલી બે કાર્યપદ્ધતિ જણાવો.
Solution
સપુષ્પી વનસ્પતિઓ સ્વ-પરાગનયનને અવરોધવા અને પર-પરાગનયનને ઉત્તેજવા માટે ઘણી પ્રયુક્તિઓ વિકસાવે છે. કેટલીક જાતિઓમાં, પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ-ક્ષમતાનો તાલમેળ હોતો નથી.
પરાગાસન ગ્રહણશીલ બને તે પહેલાં જ પરાગરજ મુક્ત થાય અથવા પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પહેલાં પરાગાસન ગ્રહણશીલ બને છે. બીજી કેટલીક જાતિઓમાં પરાગાશય અને પરાગાસન જુદાં-જુદાં સ્થાનોએ આવેલ હોય છે
. જેથી તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં પરાગરજ ક્યારેય આવી શકતી નથી. આ બંને પ્રયુક્તિઓ સ્વફલન (autogamy) ને અવરોધે છે. ત્રીજી પ્રયુક્તિ જે અંત:સંવર્ધન (inbreeding) ને અટકાવે છે, તે સ્વ-અસંગતતા (self-incompatibility) કહેવાય છે. આ એક જનીનિક ક્રિયાવિધિ છે અને સ્વપરાગને રોકીને/અવરોધીને (તે જ પુષ્પ અથવા તે જ વનસ્પતિના અન્ય પુષ્પ) સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણ કે પરાગનલિકાના વિકાસને અવરોધી અંડકોને ફલિત થતા અટકાવે છે.
સ્વ-પરાગનયનને અટકાવવા માટેની એક પ્રયુક્તિ છે કે એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરવાં. જો નર અને માદા બંને પ્રકારનાં પુષ્પો એક જ વનસ્પતિ પર ઊગતા હોય (એકસદની) જેવાં કે દિવેલા અને મકાઈમાં સ્વફલન અટકાવી શકાય છે; પરંતુ ગેઈટેનોગેમી નહિ ! પપૈયા જેવી વનસ્પતિમાં નર પુષ્પો અને માદા પુષ્પો ભિન્ન છોડ પર સર્જાય છે. જેથી આવી વનસ્પતિ નર કે માદા (દ્વિસદની) કહેવાય છે. આવી પરિસ્થિતિ સ્વફલન અને ગેઈટેનોગેમી બંને અટકાવે છે.