કયા વૈજ્ઞાનિકોએ પેનિસિલિયમને પ્રતિજૈવિક (એન્ટિ-બાયોટિક) તરીકે ગણાવ્યું ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઍલેક્ઝાન્ડર ફ્લેમિંગ (Alexander Fleming) જ્યારે સ્ટેફાયલોકોકાઈ (Staphylococci) બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા; ત્યારે તેમણે જોયું કે ધોયા વગરની એક સંવર્ધિત પ્લેટ પર મૉલ્ડ ઉત્પન્ન થઈ હતી, જ્યાં સ્ટેફાયલોકોકાઈ વૃદ્ધિ પામી શક્યા નહિ. તેમણે નોંધ્યું કે મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતા રસાયણને કારણે આવું થયું, પછી તેને 'પેનિસિલિન' નામ આપ્યું, કારણ કે તે પેનિસિલિયમ નોટેટમ (Panicillim notatium) મૉલ્ડ (ફૂગ) માંથી સર્જાયું હતું. તેના ઘણા સમય પછી અર્નેસ્ટ ચૈન (Ernest chain) અને હાવર્ડ ફ્લોરે (Howard Florey) એ તેને એક તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી ઍન્ટિબાયોટિક તરીકે પ્રસ્થાપિત કરી. આ ઍન્ટિબાયોટિકનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં ઘાયલ અમેરિકન સૈનિકોની સારવાર માટે વ્યાપક રૂપમાં કરવામાં આવ્યો. ફ્લેમિંગ, જૈન અને ફ્લોરેનને આ સંશોધન માટે, $1945$ માં નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

Similar Questions

રૂધિરમાં કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે વપરાતા ઉપયોગી સ્ટેટીન્સ તેમાંથીમેળવવામાં આવે છે.

સુક્ષ્મજીવાણું ઓળખો કે જે સાયકલોસ્પોરીન $A$ જેવા પ્રતિકારક અવરોધકતા ઉત્પાદન માટે જવાબદાર છે:

  • [NEET 2022]

સાચા વિધાનો શોધો.

$(i)$ ઈડલી અને ઢોંસા માટે વપરાતી કણકમાં યીસ્ટ દ્વારા આથવણપ્રેરાયું હોય છે.

$(ii)$ સેકેરોમાયસીસ સેરીવીસીસ યીસ્ટ છે.

$(iii)$ $LAB$ વિટામીન $B_{12}$ ની ગુણવત્તામાં વધારો કરે છે.

$(iv)$ વ્હિસ્કી અને બ્રાન્ડી આથવાણીય પીણાં છે, જે શુદ્ધિકરણકર્યા વિના મેળવવામાં આવે છે.

સ્ટ્રેપ્ટોકાઈનેઝનું કાર્ય શું છે ?

સાયક્લોસ્પોરીન $-A$  કયા સૂક્ષ્મજીવમાંથી મેળવાય છે ?