એક કાર $V$ વેગથી ગતિ કરે છે. જો બ્રેક લગાવતા તે $20\; m$ અંતરે અટકે છે. જો કારનો વેગ બમણો કરવામાં આવે, તો બ્રેક લગાવવામાં આવે ત્યારે તે અટકતા પહેલા કેટલું અંતર કાપશે?

  • A

    $160$

  • B

    $320$

  • C

    $80$

  • D

    $40$

Similar Questions

સુરેખ રેખા પર ગતિ કરતાં પદાર્થનું સ્થાનાંતર તેને લગતાં સમયના વર્ગના સમપ્રમાણમાં છે, તો પદાર્થનો વેગ અચળ હશે કે અચળ પ્રવેગ હશે ? 

એક પદાર્થ $10\,m$ દક્ષિણ અને $20\,m$ પૂર્વ દિશામાં ગતિ કરતો હોય,તો તેનું કુલ સ્થાનાંતર કેટલા ..........$m$ થશે?

એક દડાને પડતો મૂક્યો છે અને તેના સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબનો મળે છે. (જમીનની સાપેક્ષે સ્થાનાંતર $x$ અને ઉપરની દિશામાં બધી રાશિઓ ધન છે.)

$(a)$ વેગ $\to $ સમયનો ગુણાત્મક આલેખ દોરો.

$(b)$ પ્રવેગ $\to $ સમયનો ગુણાત્મક આલેખ દોરો.

નીચે આપેલ કથનોને ધ્યાનપૂર્વક વાંચી ઉદાહરણ અને કારણ સહિત તે સાચાં છે કે ખોટાં તે દર્શાવો

કણની એક પરિમાણિક ગતિમાં,

$(a)$ કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે છે.

$(b)$ ઝડપ શૂન્ય હોવા છતાં તેનો વેગ અશૂન્ય હોઈ શકે.

$(c)$ ઝડપ અચળ હોય, તો પ્રવેગ હંમેશાં શૂન્ય હોય.

$(d)$ પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય છે. 

બે ટ્રેન સમાન ટ્રેક પર $40 \,m/s$ ની ઝડપથી એકબીજા તરફ ગતિ કરે છે,જયારે બંને ટ્રેન $2 \,km$ અંતરે હોય,ત્યારે બંને ટ્રેનમાં એકસમાન પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરવામાં આવે છે.અથડામણ અટકાવવા માટે પ્રતિ પ્રવેગનું મૂલ્ય કેટલા.........$m/{s^2}$ હોવું જોઈએ?