ધાતુના ધન ગોળામાં ગોળાકાર કોતર છે. જો ગોળાને ગરમ કરવામાં આવે તો કોતરનું કદ.....
એ દ્વિ-ધાત્વીય પટ્ટી $A$ અને $B$ એમ બે ધાતુઓની બનેલી છે. તેને દર્શાવ્યા મુજબ દઢતાથી જડેલ છે. ધાતુ $A$ નો પ્રસરણાંક ધાતુ $B$ નાં પ્રસરણાંક કરતા વધારે છે. જ્યારે દ્વિ-ધાત્વીય પટ્ટીને ઠંડા બાથ-ટબમાં મૂક્વામાં આવે છે, ત્યારે તે ...... .
આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે ધાતુ $X$ અને $Y$ ની પટ્ટીને એક દઢ આધાર પર જડિત કરેલ છે.$X$ ધાતુનો રેખીય પ્રસરણાંક $Y$ ધાતુ કરતાં વધુ હોય તો જ્યારે આ દ્વિધાત્વિય પટ્ટીને ઠંડા પાણીમાં મૂકવામાં આવે તો....
$1\, m$ લાંબી સ્ટીલની પટ્ટીનું $27.0 \,^oC$ તાપમાને ચોકસાઈપૂર્વક અંકન કરેલ છે. ગરમ દિવસે જ્યારે તાપમાન $45 \,^oC$ હોય ત્યારે સ્ટીલનાં એક સળિયાની લંબાઈ આ પટ્ટી વડે માપતાં તે $63.0\, cm$ મળે છે. તો આ દિવસે સળિયાની વાસ્તવિક લંબાઈ શું હશે ? આ જ સ્ટીલનાં સળિયાની લંબાઈ $27.0 \,^oC$ તાપમાનવાળા દિવસે કેટલી હશે ? સ્ટીલ માટે રેખીય પ્રસરણાંક $= 1.20 \times 10^{-5}\, K^{-1}$.
બ્રાસના બે સળિયાઓ $A$ અને $B$ ની લંબાઈ અનુક્રમે $l$ અને $2l$ છે તથા ત્રિજ્યા અનુક્રમે $2r$ અને $r $છે. જો બંનેને એકસરખા તાપમાન સુધી ગરમ કરવામાં આવે, તો સળિયા $A$ અને $B$ ના કદમાં વધારાનો ગુણોત્તર .....