એક સ્ટીલના તારની લંબાઈ $0.72\, m$ અને તેનું દળ $5.0 \times 10^{-3}\, kg$ છે. જો તાર $60\, N$ ના તણાવ હેઠળ હોય, તો તાર પર લંબગત તરંગની ઝડપ કેટલી હશે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

તારનું એકમ લંબાઈ દીઠ દળ

$\mu =\frac{5.0 \times 10^{-3} \,kg }{0.72 \,m }$

$=6.9 \times 10^{-3} \,kg \,m ^{-1}$

તણાવ $T = 60\, N$

તાર પર તરંગની ઝડપ

$v=\sqrt{\frac{T}{\mu}}=\sqrt{\frac{60\, N }{6.9 \times 10^{-3} \,kg \,m ^{-1}}}=93 \,m \,s ^{-1}$

Similar Questions

લંબાઈ $L$ અને એકરૂપ ઘનતા વાળા લટકતાં દોરડાના નીચેના છેડ સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે આ સ્પંદ દોરડાના મધ્યબિંદુ પાસે પહોંચે છે ત્યારે સ્પંદની ઝડપ શોધો.

સ્ટીલના એક તારની લંબાઈ $12.0\, m$ અને દળ $2.10\, kg$ છે. તારમાં લંબગત તરંગની ઝડપ સૂકી હવામાં $20 \,^oC$ તાપમાને ધ્વનિની ઝડપ જેટલી એટલે કે $343\, ms^{-1}$ જેટલી બને તે માટે તારમાં તણાવ કેટલો હોવો જોઈએ ?

જો તાણમાં $4\, \%$ નો વધારો કરવામાં આવે તો ખેંચાયેલી દોરમાં ઉત્પન્ન થતાં લંબગત તરંગોની ઝડપમાં ......... $\%$ જેટલો પ્રતિશત વધારો થશે.

  • [JEE MAIN 2021]

કારની છત પરથી $m$ દળવાળી હલકી દોરી વડે એક $M$ દળવાળા ભારે દડાને લટકાવવામાં આવે છે $(m < < M)$.જ્યારે કાર સ્થિર હોય ત્યારે દોરી પર રચાતા લંબગત તરંગોની ઝડપ $60\ ms^{-1}$ છે. જ્યારે કાર $a$ જેટલા પ્રવેગથી પ્રવેગીત થાય છે ત્યારે તરંગ ઝડપ વધીને $60.5\ ms^{-1}$ થાય છે. ગરૂત્વીય પ્રવેગ $g $ ના પદમાં $a$ નું મૂલ્ય_____ની નજીકનું હશે

  • [JEE MAIN 2019]

$ 9.8 \times {10^{ - 3}}kg{m^{ - 1}} $ રેખીય દળ ધરાવતા તાર દ્વારા $30^°$ ના ઢાળવાળો ધર્ષણરહિત ઢાળ પર બે પદાર્થ આકૃતિ મુજબ બાંધેલા છે,તંત્ર સંતુલન સ્થિતિમાં હોય,ત્યારે તારમાં લંબગત તરંગની ઝડપ $100 m/s$ હોય, તો દળ $m$ કેટલું  $m =$ ..... $kg$ હશે?