- Home
- Standard 12
- Biology
3.Reproductive Health
easy
શાળા કક્ષાએ પ્રજનનને આધારિત કયા પાસાઓનું પરામર્શ કરવું જોઈએ ?
Option A
Option B
Option C
Option D
Solution
શાળા કક્ષાએ નીચેના પાસાઓનું પરામર્શ પૂરું પાડવું જોઈએ :
$(i)$ શાળામાં જાતીય શિક્ષણ વિષયક માહિતી આપવી જોઈએ કે જેથી ખોટી માન્યતાઓ અને પ્રજનન સંબંધિત ખોટા ખ્યાલોથી બાળકો દૂર રહે.
$(ii)$ પ્રજનન અંગો, તે સંબંધિત ફેરફારો, સલામત અને આરોગ્યપ્રદ જાતીય ટેવો, જાતીય સંક્રમિત રોગો $(STDs)$ વગેરેની યોગ્ય માહિતી આપવી જોઈએ.
$(iii)$ અનિયંત્રિત વસ્તીવૃદ્ધિને કારણે સર્જાતી સમસ્યાઓ : સામાજિક અનિષ્ટો, સામાજિક દૂષણો જેવાં કે જાતીય શોષણ અને જાતિ સંબંધિત ગુનાઓ વગેરે.
$(iv)$ લોકોને જન્મદર નિયંત્રણના વિકલ્પો, ગર્ભવતી સ્ત્રીની સાવચેતી, બાળકના જન્મ બાદ માતા અને બાળકની સાવચેતી, સ્તનપાનની અગત્યતા, નર અને માદા બાળકને સમાન તક વગેરેથી શિક્ષિત કરવા.
Standard 12
Biology