- Home
- Standard 9
- Science
પ્રથમ અઢાર તત્ત્વોની વિવિધ કોશોમાં ઇલેક્ટ્રૉનની વહેંચણીના નિયમો દર્શાવો.
Solution
જુદા જુદા ઊર્જાસ્તરો અથવા કોશોમાં ઇલેક્ટ્રૉનની સંખ્યા દર્શાવવા માટે નીચે મુજબના નિયમો અનુસરવામાં આવે છે.
$(i)$ કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રૉનની મહત્તમ સંખ્યા $2n^2$ સૂત્ર દ્વારા દર્શાવાય છે, જ્યાં $'n'$ કક્ષાનો ક્રમ અથવા ઊર્જાસ્તરનો ક્રમ $1,\, 2,\, 3$ … વગેરે છે. આમ, જુદી-જુદી કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રૉનની મહત્તમ સંખ્યા નીચે મુજબ દર્શાવી શકાય.
પ્રથમ કક્ષા અથવા $K-$ કોશમાં $2 \times 1^2 = 2$ થશે. બીજી કક્ષા અથવા $L-$ કોશમાં $2 \times 2^2 = 8$ થશે. ત્રીજી કક્ષા અથવા $M-$ કોશમાં $2 \times 3^2 = 18$ થશે. ચોથી કક્ષા અથવા $N-$ કોશમાં $2 \times 4^2 = 32$ થશે અને તેવી જ રીતે આગળની કક્ષાઓમાં ઇલેક્ટ્રૉન ગોઠવી શકાશે.
$(ii)$ સૌથી બહારની કક્ષામાં મહત્તમ $8$ ઇલેક્ટ્રૉન સમાવી શકાય છે.
$(iii)$ પરમાણુની આપેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રૉન નહિ ભરાય જયાં સુધી તેની અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાઈ ન જાય. તેનાથી સ્પષ્ટ થાય છે કે, કક્ષાઓ તબક્કાવાર ભરાય છે.