એક કણના યામ સમય સાથે $x = a{t^2}$ અને $y = b{t^2}$ મુજબ બદલાતા હોય,તો તે કણનો વેગ કેટલો થાય?

  • A

    $2t(a + b)$

  • B

    $2t\sqrt {({a^2} - {b^2})} $

  • C

    $t\,\sqrt {{a^2} + {b^2}} $

  • D

    $2t\sqrt {({a^2} + {b^2})} $

Similar Questions

એક કાર ઉત્તર તરફ પૂર્વ દિશા સાથે $45^o$ ના કોણે $6\, km$ ની અંતર કાપે છે અને પછી ઉત્તર તરફ પૂર્વ દિશા સાથે $135^o$ ના કોણે $4\, km$ અંતર કાપે છે . તો તે પ્રારંભિક સ્થાન થી કેટલી દૂર હશે? તેના પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ને જોડતી સુરેખા પૂર્વ દિશા સાથે કેટલાનો ખૂણો બનાવે?

  • [AIIMS 2008]

એક પરિમાણ ,દ્વિ પરિમાણ અને ત્રિ-પારિમાણમાં થતી ગતિના ઉદાહરણ આપો.

સરેરાશ પ્રવેગ અને તાત્ક્ષણિક પ્રવેગ સમજાવો.

એક નદીમાં પાણી $3\, ms^{-1}$ ની ઝડપથી પૂર્વ દિશામાં વહી રહ્યું છે. એક તરવૈયો સ્થિર પાણીમાં $4\,ms^{-1}$ ની ઝડપથી તરી રહ્યો છે. (આકૃતિ)

$(a)$ જો તરવૈયો ઉત્તર દિશામાં તરવાનું શરૂ કરે તો તેનો પરિણામી વેગ કેટલો ?

$(b)$ દક્ષિણ કાંઠાના $A$ બિંદુથી તરવાનું શરૂ કરી સામેના કાંઠા પરના $B$ બિંદુએ પહોંચવું હોય તો,

$(i)$ તેણે કઈ દિશામાં તરવું જોઈએ ?

$(ii)$ તેની પરિણામી ઝડપ કેટલી હશે ?

$(c)$ ઉપરના $(a)$ અને $(b)$ કિસ્સાઓ પૈકી કયા કિસ્સામાં તે સામેના કાંઠે ઓછા સમયમાં પહોંચી શકે ? 

એક કણ $\mathrm{t}=0$ સમયે ઉંગમબિંદુથી $5 \hat{i} \mathrm{~m} / \mathrm{s}$ વેગથી ગતિની શરુઆત કરે છે અને બળની અસર હેઠળ $x-y$ સમતલમાં ગતિ કરે છે જે $(3 \hat{i}+2 \hat{j}) \mathrm{m} / \mathrm{s}^2$ અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. જો તે ક્ષણે કણનો $x$-યામ $84 \mathrm{~m}$ હોય તો કણની તે ક્ષણે ઝડપ $\sqrt{\alpha} \mathrm{m} / \mathrm{s}$ છે. $\alpha$ નું મૂલ્ય_______છે.

  • [JEE MAIN 2024]