કન્ડેન્સરમાં કેટલી ઉર્જાનો સંગ્રહ થાય?
$QV$
$\frac{1}{2}QV$
$\frac{1}{2}C$
$\frac{1}{2}\frac{Q}{C}$
કૅપેસિટરમાં સંગ્રહ પામતી વિદ્યુતઊર્જાનાં ત્રણ જુદા જુદા સૂત્રો જણાવો.
$4 \,\mu F$ ના કેપેસિટરને $50\,V$ સુધી ચાર્જ કરીને $100\,V$ ધરાવતા $2\,\mu F$ ના કેપેસિટર સાથે જોડવામાં આવે છે.તો જોડાણ પહેલાની ઊર્જા અને જોડાણ પછીની ઊર્જા ના મૂલ્યો $(10^{-2}\,J) $ ના ગુણાકારમાં કેટલા થાય?
$C$ કેપેસિટન્સવાળા એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી સાથે જોડી $V$ સ્થિતિમાને વિદ્યુતભારિત કરવામાં આવે છે. બીજા $2C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને બીજી બેટરી સાથે જોડી $2V$ સ્થિતિમાને વિદ્યુતભારીત કરવામાં આવે છે. આ બેટરીઓને દૂર કર્યા બાદ અને કેપેસિટરોને સમાંતરમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એકની ધન પ્લેટ બીજાની ઋણ પ્લેટ સાથે જોડેલી હોય, તો તંત્રની અંતિમ ઉર્જા ગણો.
જો $V$ વોલ્ટના ઉદગમ સાથે $n$ કેપેસિટરો સમાંતરમાં જોડેલા હોય, તો સંગ્રહિત ઊર્જા બરાબર ........
$900\,\mu F$ સંઘારકતા ધરાવતું સંઘારક $100\,v$ની બેટરી વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે. સંઘારકને બેટરીથી દૂર કરવામાં આવે છે અને બીજા સમાન પણ વિદ્યુયભારરહિત સંઘારક સાથે એવી રીતે જોડવામાં આવે છે કે જેથી તેની એક પ્લેટ વિદ્યુતભારિત સંઘારકની ઘન પ્લેટ સાથે જોડાય અને બીજી પ્લેટ ઋણ પ્લેટ ઋણ પ્લેટ સાથે જોડાય. આ પ્રક્રિયામાં ગુમાવતી ઊર્જા $x \times 10^{-2}\,J$ છે.$x$નું મૂલ્ય $..........$ હશે.