$\alpha-$ ક્ષય પામતા ${}_{92}^{238}U$ નું અર્ધ-આયુ $4.5 \times 10^9\, years$ છે. ${}_{92}^{238}U$ ના $1\, g$ નમૂનાની ઍક્ટિવિટી કેટલી હશે ?
$T_{1 / 2}=4.5 \times 10^{9} \,y$
$=4.5 \times 10^{9} y \times 3.16 \times 10^{7}\, s / y$
$=1.42 \times 10^{17} \,s$
કોઈ પણ સમસ્થાનિક (Isotope)ના $1\, k\, mol$ માં એવોગેડ્રો સંખ્યાના પરમાણુઓ રહેલા હોય છે, તેથી $1\,g\,$ ${}_{92}^{238}U$ માં રહેલાં ન્યુક્લિયસની સંખ્યા
$\frac{1}{238 \times 10^{-3}} \,k\,mol \times 6.025 \times 10^{26}$ પરમાણુ $/ kmol$
$=25.3 \times 10^{20}$ પરમાણુ
વિભંજન દર (Decay Rate) $R $નીચે મુજબ મળે.
$R=\lambda N$
$=\frac{0.693}{T_{1 / 2}} \,N=\frac{0.693 \times 25.3 \times 10^{20}}{1.42 \times 10^{17}} \,s ^{-1}$
$=1.23 \times 10^{4} \,s ^{-1}$
$=1.23 \times 10^{4}\; Bq$
દ્રાવણમાં રેડિયોએક્ટિવ ${}_{27}^{60}Co$ છે જેની એક્ટિવિટી $0.8\,\mu Ci$ અને વિભંજન અચળાંક $\lambda $ છે, તેને એક પ્રાણીના શરીરમાં ઈંજેક્ટ કરવામાં આવે છે. ઈંજેકશનના $10$ કલાક પછી પ્રાણીના શરીરમાંથી $1 \,cm^3$ રુધિર લેવામાં આવે તો તેમાં વિભંજન દર $300$ વિભંજન પ્રતિ મિનિટ જોવા મળે છે. તો પ્રાણીના શરીરમાં લગભગ કેટલા લિટર રુધિર હશે?
($1\;Ci = 3.7 \times 10^{10}$ વિભંજન/સેકન્ડ અને $t = 10\, hrs$ સમયે ${e^{ - \lambda t}} = 0.84$)
રેડિયોએકિટવ તત્ત્વ માટે વિભંજન દર $ \left( {\frac{{dN}}{{dt}}} \right) $ વિરુધ્ધ સમય $(t)$ નો ગ્રાફ કેવો મળે?
નીચે આપેલા રેડીયો એકિવિવીટીને લગતાં વિધાનોમાંથી સાચું અવલોકન શોધો :
$(A)$ રેડીયોએક્વિવીટી એ યાદચ્છિક (અસ્તવ્યસ્ત) અને તત્ક્ષણિક પ્રક્રિયા છે કે જે ભૌતિક અને રસાયણિક સ્થિતિઓ ઉપર આધાર રાખે છે.
$(B)$ રેડીયોએકિટવ નમૂનામાં ક્ષય ન પામેલા ન્યુક્લિયસો સમય સાથે ચરઘાતાંકીય રીતે ક્ષય પામે છે.
$(C)$ $\log _{ e }$ (ક્ષય ન પામેલા ન્યુક્લિયાસોની સંખ્યા) વિરુધ્ધ સમય આલેખનો ઢાળ સરેરાશ સમય $(\tau)$ નો વ્યસ્ત આપે છે.
$(D)$ ક્ષય અચળiક $(\lambda)$ અને અર્ધ-જીવન કાળ $\left( T _{1 / 2}\right)$ નો ગુણાકાર અચળ નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાંચુ વિકલ્પ પસંદ કરો :
કોઈ રેડિયોએક્ટિવ દ્રવ્યનો $In \,{R}$ અને ${t}\,({sec})$ નો આલેખ આપેલો છે. તો અજ્ઞાત રેડિયોએક્ટિવ દ્રવ્યનો અર્ધઆયુષ્ય સમય ($sec$ માં) કેટલો હશે?
$5$ અર્ધઆયુ સમયે અવિભંજીત ભાગ કેટલો હશે?