સોનોમીટરના તારની લંબાઈ $0.75\;m$ અને ઘનતા $9 \times 10^3\;Kg / m ^3$ છે. તે સ્થિતિસ્થાપક હદ ઓળંગવા સિવાય $8.1\times 10^8 \;N / m ^2$ નો તણાવ સહન કરી શકે છે. આ તારમાં ઉત્પન્ન કરી શકાતી મુળભુત આવૃતિ કેટલી હોય?
$100$
$200$
$150$
$175$
દળરહિત $L$ લંબાઈના સળિયાને સમાન લંબાઈ ધરાવતી દોરી $AB$ અને $CD$ વડે લટકાવેલ છે. $m$ દળનો બ્લોક $O$ બિંદુએ લટકાવેલ છે. કે જેથી $BO$ અંતર $x$ છે. $AB$ ની પ્રથમ આવૃતિ અને $CD$ ની બીજી આવૃતિ સમાન થાય તો $‘x’$ નું મૂલ્ય કેટલું હશે?
બંને છેડેથી જડીત દોરીમાં સમીકરણ $y=2 A \sin k x \cos\,\omega t$ છે. પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુ મધ્યમાં રહેલા કણનો કંપવિસ્તાર અને આવૃતિ અનુક્રમે કેટલી હશે.
તાર પર લંબગત તરંગ $ y = 0.021\;\sin (x + 30t) \, m$ હોય,તો તારમાં તણાવ કેટલો થાય? તારની રેખીય ઘનતા $ 1.3 \times {10^{ - 4}} \, kg/m$ છે,
કોઇ દોરીના ત્રણ ટુકડાઓ કરવાથી તેના ટુકડાઓની મૂળભૂત આવૃત્તિઓ અનુક્રમે $ n_1,n_2 $ અને $n_3 $ હોય, તો આ દોરીની મૂળભૂત આવૃતિ $n$ શેના દ્વારા આપવામાં આવે?
$75.0\;cm$ દૂર બે બિંદુઓ વચ્ચે એક દોરી ખેંચીને બાંધેલી છે. આ દોરીની બે અનુનાદ આવૃત્તિઓ $420 \;Hz$ અને $315\; Hz $ છે. આ બંનેની વચ્ચે બીજી કોઇ અનુનાદ આવૃત્તિ નથી. આ દોરી માટે લઘુત્તમ અનુનાદ આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે?