જેમના ફોટોનની ઊર્જા અનુક્રમે $3.8 \,eV$ અને $1.4\, eV$ હોય તેવી બે જુદી જુદી આવૃતિના બનેલા પ્રકાશને જેનું કાર્યવિધેય $0.6 \,eV$ હોય તેવી ધાતુની સપાટી ઉપર ક્રમશ આપાત કરવામાં આવે છે. ઉત્સર્જાતા ઈલેકટ્રોન્સની મહત્તમ ઝડપોનો ગુણોત્તર...... હશે

  • [JEE MAIN 2022]
  • A

    $1: 1$

  • B

    $2: 1$

  • C

    $4: 1$

  • D

    $1: 4$

Similar Questions

$5\; W$ ના ઉદગમમાંથી $5000\;\mathring A$ તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ ઉત્સર્જાય છે. કોઈ ધાતુની ફોટો-સંવેદી સપાટીથી આ ઉદગમને $0.5\;m$ દૂર રાખતા ધાતુની સપાટીમાંથી ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જ્યારે ઉદગમને $1\;m$ ના અંતરે ખસેડવામાં આવે, ત્યારે સપાટીમાંથી ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય?

  • [AIPMT 2007]

જ્યારે $3.3 \times 10^{-3}$ $watt$ કાર્યત્વરાએ (પાવર) ઉત્સર્જાતા એકરંગી પ્રકાશ ઉદગમની તરંગલંબાઈ $600\, nm$ હોય તો સેકન્ડ દીઠ સરેરાશ રીતે ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા $.....$ હશે. $\left(\mathrm{h}=6.6 \times 10^{-34}\, \mathrm{Js}\right)$

  • [NEET 2021]

પારજાંબલી $(\lambda \approx  400\ nm)$, દ્રશ્યમાન $(\lambda \sim 550\ nm)$ અને ઈન્ફ્રારેડ $(\lambda \sim700\ nm)$ પ્રકાશના ઉદ્દગમોમાં પ્રત્યેકનું રેટિંગ $100\ W$હોય તો એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા સૌથી વધારે .........માટે હોય છે.

ફોટોઈલેકટ્રીક અસરમાં

$A$. ફોટો પ્રવાહ આપાત વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે.

$B$. ફોટો ઈલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે.

$C$. ઉત્સર્જિત ફોટો ઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા આપાત પ્રકાશની આવૃતિ પર આધાર રાખે છે.

$D$. ફોટોઈલેક્ટ્રોનના ઉત્સર્જન માટે આપાત વિકિરણની ન્યૂનતમ થ્રેશોલ્ડ તીવ્રતાની જરૂર છે.

$E$. ફોટો ઇલેકટ્રોનની મહત્તમ ગતિઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિથી સ્વતંત્ર છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  • [JEE MAIN 2023]

ફોટોનનું સ્થિર દળ કેટલું હોય.