જ્યારે $3.3 \times 10^{-3}$ $watt$ કાર્યત્વરાએ (પાવર) ઉત્સર્જાતા એકરંગી પ્રકાશ ઉદગમની તરંગલંબાઈ $600\, nm$ હોય તો સેકન્ડ દીઠ સરેરાશ રીતે ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા $.....$ હશે. $\left(\mathrm{h}=6.6 \times 10^{-34}\, \mathrm{Js}\right)$
$10^{18}$
$10^{17}$
$10^{16}$
$10^{15}$
$10^{-5}\,Wm^{-2}$ તીવ્રતાનો પ્રકાશ, $2 \,cm^2$ જેટલું સપાટીનું ક્ષેત્રફળ ધરાવતા સોડિયમ ફોટોસેલ પર પડે છે. સોડિયમના ઉપરના $5$ સ્તરો આપાત પ્રકાશનું શોષણ કરે છે તેમ ધારીને વિકિરણની તરંગ પ્રકૃતિ મુજબ ફોટો ઈલેક્ટ્રીક ઉત્સર્જન માટે કેટલો સમય લાગશે તે નક્કી કરો. ધાતુનું કાર્યવિધેય લગભગ $2\, eV$ જેટલું આપેલું છે. તમારો જવાબ શું સૂચવે છે?
ફોટોન તથા ઇલેકટ્રોનને સમાન ઊર્જા $(10^{-20}\ J)$ આપવામાં આવે છે. ફોટોન તથા ઇલેકટ્રોન સાથે સંકળાયેલ તરંગલંબાઈ $\lambda_{ph}$ અને $\lambda_{el}$ હોય તો સાચું વિધાન....
ફોટોસેલ.....
એક ફોટોન વડે સમાન ગતિઊર્જાવાળા ઈલેકટ્રૉન-પ્રોઝીટ્રૉન જોડકાંનું નિર્માણ થાય છે. જો દરેક કણની ગતિઊર્જા $0.29\ MeV$ હોય, તો ફોટોનની ઊર્જા .......... $MeV$ હોવી જોઈએ.