ફોટોઈલેકટ્રીક અસરમાં
$A$. ફોટો પ્રવાહ આપાત વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે.
$B$. ફોટો ઈલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે.
$C$. ઉત્સર્જિત ફોટો ઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા આપાત પ્રકાશની આવૃતિ પર આધાર રાખે છે.
$D$. ફોટોઈલેક્ટ્રોનના ઉત્સર્જન માટે આપાત વિકિરણની ન્યૂનતમ થ્રેશોલ્ડ તીવ્રતાની જરૂર છે.
$E$. ફોટો ઇલેકટ્રોનની મહત્તમ ગતિઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિથી સ્વતંત્ર છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
ફકત $A$ અને $C$
ફકત $A$ અને $E$
ફકત $B$ અને $C$
ફકત $A$ અને $B$
એક $10\ kW$ ટ્રાન્સમીટર $500\ m$ તરંગ લંબાઈના રેડિયો તરંગને ઉત્સર્જન કરે છે. તો ટ્રાન્સમીટર વડે પ્રતિ સેકન્ડે ઉત્સર્જતા ફોટોનની સંખ્યા .....ક્રમની છે.
સમાન તત્વના ન્યૂક્લિયસ અને અણું બંને તેમની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં છે. જો તે તેની ધરા અવસ્થામાં પાછા આવે ત્યારે $\lambda _N$ અને $\lambda _A$ તરંગલંબાઈ ધરાવતા પ્રોટોનનું ઉત્સર્જન કરે છે. તો $\frac{{{\lambda _N}}}{{{\lambda _A}}}$ નો ગુણોત્તર કેટલા ક્રમનો મળે?
ફોટોનનો વેગ કેટલો હોય છે?
ફોટોસેલ પર $\lambda $ તરંગલંબાઈ આપાત કરતાં ફોટો -ઇલેકટ્રોનની મહત્તમ ઝડપ $v$ મળે છે. જો હવે આ તરંગલંબાઈ બદલીને $\frac{{3\lambda }}{4}$ કરવામાં આવે તો ફોટો ઇલેકટ્રોનની મહત્તમ ઝડપ કેટલી થાય?