- Home
- Standard 11
- Physics
“સરેરાશ વેગનું મૂલ્ય, સરેરાશ ઝડપ જેટલું હોય છે તે હંમેશાં સાચું નથી તેમજ હંમેશાં ખોટું પણ નથી” ઉદાહરણ દ્વારા સમજાવો.
Solution
ધારો કે સુરેખ માર્ગ પર ગતિ કરતી કાર $O$ $(0)$ બિંદુથી $P\,(+ 360)$ બિદુએ જતાં લાગતો સમય $18\,s$ છે. હવે $6\, s$ માં તે $P$ થી $Q$ $(240)$ પર પરત આવે છે, તો કારની બંને સમયગાળાની ગતિ દરમિયાન સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ મેળવીને આપેલ પ્રશ્નનો ઉતર સમજી શકાય.
$O$ થી $P$ સુધીની ગતિ માટે
સરેરાશ ઝડ૫ =$\frac{ OP }{t_{1}}=\frac{+360}{18}=20 m s ^{-1}$
સરેરાશ વેગ $=$$P$ના યામ$-$$O$ના યામ /$t_1$
$=\frac{360-0}{18}$
$=\frac{360}{18}=20 m s ^{-1}$
હવે $O$ થી $P$ અને $P$ થી $Q$ સુધીની ગતિ માટે,
સરેરાશ ઝડપ $=\frac{ OP + PQ }{t_{2}}=\frac{360+120}{t_{1}+6}[\because PQ =360-240=120]$
$=\frac{480}{18+6}=\frac{480}{24}$
$=20 ms ^{-1}$
સરેરાશ વેગ $=$સ્થાનાંતર$(OQ)$/$t_2$
$=\frac{240}{24}$
$=10 m s ^{-1}$
આમ, આ ઉદાહરણ પરથી કહી શકાય કે સરેરાશ વેગનું માન, સરેરાશ ઝડપ જેટલું હંમેશાં હોતું નથી અને હોય પણ છે.