નળીમાંથી એકમ આડછેદના ક્ષેત્રફળ અને એકમ સમયમાં પસાર થતાં પ્રવાહીનું દળ $P^x$ અને $v^y$ ના સમપ્રમાણમાં છે જ્યાં $P$ એ દબાણનો તફાવત અને $v$ વેગ છે, તો $x$ અને $y$ વચ્ચેનો સંબધ શું થાય?
$x = y$
$x = -y$
$x = -y^2$
$y = x^2$
જો $P$ વિકિરણ દબાણ, $c$ પ્રકાશનો વેગ અને $Q$ એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપાત થતી ઊર્જા દર્શાવતા હોય, તો $ {P^x}{Q^y}{c^z} $ પારિમાણીક રહિત કરવા માટે $x,y$ અને $z$ ના અશૂન્ય મૂલ્યો શું હશે?
વર્તુળનું સમીકરણ $x^2+y^2=a^2$, જ્યાં $a$ એ ત્રિજ્યા છે, વડે આપવામાં આવે છે. જો ઉગમબિંદુને $(0,0)$ ને બદલે નવા મૂલ્ય આગળ ખસેડતા આ સમીકરણ બદલાય છે. નવા સમીકરણ : $(x-A t)^2+\left(y-\frac{t}{B}\right)^2=a^2$ માટે $A$ અને $B$ નાં સાચા પરિણામો ......... થશે. $t$ નું પરિમાણ $\left[ T ^{-1}\right]$ વડે આપવામાં આવે છે.
જો સમય $(t)$, વેગ $(u)$, અને કોણીય વેગમાન $(I)$ ને મૂળભૂત રાશિ તરીકે લેવામાં આવે છે. દળ $({m})$ નું પરિમાણ ${t}, {u}$ અને ${I}$ ના પદમાં કેવું થાય?
જો મુક્ત અવકાશની પરમિટીવીટી $\varepsilon_0$ પ્રોટોનનો વિદ્યુતભાર $e$ સાર્વત્રિક ગુરૂત્વાકર્ષણ અચળાંક $G$ અને પ્રોટોનનું દળ $m_p$ હોય તો $\frac{e^2}{4 \pi \varepsilon_0 G m_p{ }^2}$ માટે
લિસ્ટ $-I$ | લિસ્ટ $-II$ |
$(a)$ ટોર્ક | $(i)$ ${MLT}^{-1}$ |
$(b)$ બળનો આઘાત | $(ii)$ ${MT}^{-2}$ |
$(c)$ તણાવ | $(iii)$ ${ML}^{2} {T}^{-2}$ |
$(d)$ પૃષ્ઠતાણ | $(iv)$ ${ML} {T}^{-2}$ |