રિંગના દળ, ત્રિજ્યા અને કોણીય વેગના માપનમાં મહત્તમ પ્રતિશત ક્ષતિ અનુક્રમે $2\%, 1\% $ અને $1\% $ છે તો તેની ચાકગતિઉર્જાની $\left(K=\frac{1}{2} I \omega^{2}\right)$ મહત્તમ પ્રતિશત ક્ષતિ ........ $\%$ હશે.
$3$
$6$
$4$
$1$
એક સમઘનની ઘનતા તેના દળ અને બાજુની લંબાઈના માપન પરથી માપવામાં આવે છે. જો દળ અને લંબાઈના માપનમાં મહત્તમ ત્રુટિ અનુક્રમે $3\%$ અને $2 \%$ હોય, તો સમઘનની ઘનતાની ગણતરીમાં મહત્તમ ત્રુટિ ($\%$ માં) કેટલી હશે?
ભૌતિક રાશિઓના અવલોકન (માપન)માં ઉદ્ભવતી ત્રુટિઓના પ્રકારો લખીને સમજાવો.
જો $Q= \frac{X^n}{Y^m}$ અને $\Delta X$ એ $X$ ની નિરપેક્ષ ત્રુટિ અને $\Delta Y$ એ $Y$ ની નિરપેક્ષ ત્રુટિ હોય તો $Q$ ની નિરપેક્ષ ત્રુટિ $\Delta Q$ કેટલી થાય?
સાદા લોલકનાં દોલનોનો આવર્તકાળ $100\,cm$ લંબાઈના લોલક વડે માપવામાં આવે છે જેમાં $25$ દોલનો માટે માપેલ સમય $50\,sec$ જેટલો મળે છે. સ્ટોપવોચની લઘુત્તમ માપશક્તિ $0.1\,sec$ અને મીટર પટ્ટીની લઘુત્તમ માપશક્તિ $0.1\,cm$ હોય તો $g$ ના મૂલ્યમાં મહતમ પ્રતિશત ત્રુટિ કેટલા $\%$ હશે?
જ્યારે નળાકારની લંબાઈ વાર્નિયર કેલિપર્સથી માપવામાં આવી છે તેના અવલોકનો નીચે મુજબના છે. તો નળાકારની ખૂબ જ ચોકસાઈ યુક્ત લંબાઈ ........ $cm$ મળેે. $3.29\, cm, 3.28 \,cm,$ $ 3.29\, cm, 3.31\, cm,$ $ 3.28\, cm, 3.27 \,cm,$ $ 3.29 \,cm, 3.30 cm$