કોઇ એક પ્રયોગમાં $a,b, c $ અને $d$ એમ ચાર રાશિઓનું ક્રમશ: $1 \% ,2\% ,3 \%$  અને $4\%$ ની પ્રતિશત ત્રુટિ સાથે માપન કરવામાં આવે છે. $P$ રાશિની ગણતરી $P = \frac{{{a^3}{b^2}}}{{cd}}$ પ્રમાણે કરવામાં આવે છે. $P $ માં પ્રતિશત ત્રુટિ કેટલી હશે?

  • [AIPMT 2013]
  • A

    $14$

  • B

    $10$

  • C

    $7$

  • D

    $4$

Similar Questions

$(5 \pm 0.5)\,kg$ દળ ધરાવતી એક વસ્તુ $(20 \pm 0.4)\,m / s$ ના વેગથી ગતિ કરે છે. તેની ગતિઊર્જા ....... થશે.

  • [JEE MAIN 2023]

એક વિદ્યાર્થી સાદા લોલકના $100$ આવર્ત (દોલન) માટેનો સમય ચાર વખત માપે છે અને તે $90\;s$ ,$91\;s $,$95\;s$ અને $92\;s$ છે. જો ઘડિયાળની લઘુતમ માપશકિત $1\;s$ હોય, તો તેણે સરેરાશ સમય કેટલો લખવો જોઇએ?

  • [JEE MAIN 2016]

ગુરુત્વપ્રવેગ માપવા માટે એક સાદા લોલકનો ઉપયોગ કરવામાં આવે છે. લોલકની લંબાઈ $25.0\; \mathrm{cm}$ અને $1\; \mathrm{s}$ લઘુતમ માપશક્તિ ધરાવતી સ્ટોપવોચ દ્વારા $40$ અવલોકન માટેનો સમય $50\; s$ મળે છે. તો $g$ ના મૂલ્યમાં કેટલી ચોકચાઈ ....... $\%$ હશે.

  • [JEE MAIN 2020]

પ્રતિશત ત્રુટીનો એકમ શું થાય?

એક વિદ્યાર્થી આપેલા સમયમાં શરૂઆતમાં સ્થિર રહેલા પદાર્થના મુક્ત પતન દરમિયાન કાપેલા અંતરને માપે છે. તે આ માહિતીનો ઉપયોગ કરીને $g$, ગુરુત્વાકર્ષણના પ્રવેગનો અંદાજ કાઢે છે. જો અંતર અને સમયના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ અનુક્રમે $e_1$ અને $e_2$ હોય, તો $g$ ના અંદાજમાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે?

  • [AIPMT 2010]