એક સમક્ષિતિજ સમતલમાં બંદૂકની મહત્તમ અવધિ $16\;km$ છે. જો $g = \;10m/{s^2}$ હોય, તો ગનના નાળચામાંથી નીકળતા ગોળાનો વેગ ($m/s$ માં) કેટલો હશે?

  • [AIPMT 1990]
  • A

    $800$

  • B

    $400$

  • C

    $160$

  • D

    $200\sqrt 2$

Similar Questions

બે ગોળીને એક સાથે $100 \;\mathrm{m}$ દૂર રહેલી $200 \;\mathrm{m}$ ઊંચાઈના બિલ્ડીંગ પરથી એકબીજા સામે સમક્ષિતિજ રીતે સમાન વેગ $25\; \mathrm{m} / \mathrm{s}$ થી છોડવામાં આવે છે. તો તે બંને ક્યારે અને ક્યાં અથડાશે? $\left(g=10 \;\mathrm{m} / \mathrm{s}^{2}\right)$

  • [NEET 2019]

બે બંદૂકો $A$ અને $B$ એ ક્રમશઃ $1\, km/s$ અને $2\, km/s$ ની ઝડપ થી ગોળીઓ છોડી શકે છે. સમક્ષિતિજ મેદાનના કોઇ એક બિંદુથી શક્ય બધી જ દિશામાં ગોળીઓ છોડવામાં આવે છે. આ ગોળીઓ વડે આંતરાતા મહત્તમ વિસ્તારનો ગુણોત્તર કેટલો થશે?

  • [JEE MAIN 2019]

જમીન પર રહેલા માણસને ફૂડ પેકેટ આપવા માટે એક હેલિકોપ્ટર $h$ ઊંચાઈએ સમક્ષિતિજ દિશામાં $v$ વેગથી ગતિ કરે છે.જ્યારે ફૂડ પેકેટ મૂકવામાં આવે હેલિકોપ્ટર માણસથી કેટલા અંતરે હોવું જોઈએ?

  • [JEE MAIN 2021]

એક વિમાન $1960\, m$ ઊંચાઇ પર $600 \,km/hr$ ના સમક્ષિતિજ વેગથી ઉડી રહ્યું છે. $A$ બિંદુની બરાબર ઉપર વિમાન હોય ત્યારે,તેમાંથી પદાર્થને પડતો મૂકતા તે $A$ બિંદુથી કેટલા અંતરે પડશે?

એક બાળક જમીનથી $10\;m$ ઊંચાઈએ રહેલા ખડકની ધાર પર ઊભો છે અને $5\,ms ^{-1}$ ની પ્રારંભિક ઝડપથી પથ્થર સમક્ષિતિજ ફેંકે છે. હવાના અવરોધને અવગણતા, પથ્થર જમીન સાથે કેટલાના વેગથી ($m/sec$ માં) અથડાશે? (આપેલ $g =10\,ms ^{-2}$)

  • [JEE MAIN 2023]