કણનો સ્થાન સદીશ સમયની સાપેક્ષે $\vec r\left( t \right) = 15{t^2}\hat i + \left( {4 - 20{t^2}} \right)\hat j$ મુજબનો છે તો $t = 1$ સમયે કણના પ્રવેગનું મૂલ્ય કેટલું થશે ?
$40$
$100$
$25$
$50$
કોઈ કણનું સ્થાન $r=3.0 t \hat{i}+2.0 t^{2} \hat{j}+5.0 \hat{k}$ વડે અપાય છે, જ્યાં $t$ સેકન્ડમાં છે. સહગુણકોના એકમો એવી રીતે છે કે જેથી $r$ મીટરમાં મળે. $(a)$ કણના $v(t)$ તથા $a(t)$ શોધો. $(b)$ $t = 1.0 \,s$ માટે $v(t)$ નું મૂલ્ય અને દિશા શોધો.
સરેરાશ પ્રવેગ અને તાત્ક્ષણિક પ્રવેગ સમજાવો.
બે છોકરા જમીન પર $A$ અને $B$ બિંદુએ ઉભા છે,જયાં $AB = a.\; B$ એ ઉભેલો છોકરો $AB$ ને લંબ દિશામાં $v_1$ ઝડપથી દોડવાનું શરૂ કરે છે. $A$ એ ઉભેલો છોકરો $v$ ઝડપથી દોડવાનું શરૂ કરે છે અને બીજા છોકરાને $t$ સમયમાં પકડી લે છે, જ્યાં $t$ શું હશે?
એક બલૂન જમીન પર રહેલ બિંદુ $A$ થી ઉપર તરફ શિરોલંબ દિશામાં ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે એક છોકરી (જે બિંદુ $B$ પર છે ) જે $A$ બિંદુથી $d$ અંતરે છે, તે બલૂન જ્યારે $h_1$ ઊંચાઈ પર પહોચે ત્યારે તે બલૂનને શિરોલંબ સાથે $45^{\circ}$ ના ખૂણે જોવે છે. જ્યારે બલૂન જ્યારે $h_2$ ઊંચાઈ પર પહોચે ત્યારે તે $2.464\, d$ જેટલું અંતર ખસીને(બિંદુ $C$ પર) બલૂનને શિરોલંબ સાથે $60^{\circ}$ ના ખૂણે જોવે છે. તો ઊંચાઈ $h _{2}$ કેટલી હશે? ($\tan \left.30^{\circ}=0.5774\right)$