- Home
- Standard 9
- Science
9. GRAVITATION
medium
$500\, g$ ના સીલબંધ પેકેટનું કદ $350 \,cm^3 $ છે. પૅકેટ $1\, g\, cm^{-3}$ ઘનતા ધરાવતાં પાણીમાં ડૂબશે કે તરશે ? આ પૅકેટ દ્વારા વિસ્થાપિત પાણીનું દળ કેટલું હશે ?
Option A
Option B
Option C
Option D
Solution
પેકેટનું દળ $m = 500\, g$, પૅકેટનું કદ $V = 350\, cm^3$, પાણીની ઘનતા $= 1\, g\, cm^{-3}$
પેટની ઘનતા $=\frac{m}{ V }=\frac{500}{350}=1.4285 \approx 1.43 g cm ^{-3}$ .
પેકેટની ઘનતા, પાણીની ઘનતા કરતાં વધારે હોવાથી આ પૅકેટ પાણીમાં ડૂબી જશે.
આ પૅકેટને પાણીમાં મૂકતાં તે ડૂબી જાય તેથી તેનાં કદ જેટલા પાણીનું સ્થાનાંતર કરે.
સ્થાનાંતર થતાં પાણીનું કદ = પૅકેટનું કદ
$= 350 \,cm^3$
હવે ઘનતા = દળ / કદ
દળ = કદ $\times $ ઘનતા
$= 350 \times 1$
દળ $= 350\, g$
આમ, પૅકેટ દ્વારા વિસ્થાપિત પાણીનું દળ $350\, g$ હશે.
Standard 9
Science