વ્યવહારમાં એવાં દ્રવ્યો છે જેઓ ટૂંકી તરંગલંબાઈવાળા ફોટોન્સનું શોષણ કરી વધુ તરંગલંબાઈવાળા ફોટોન્સનું ઉત્સર્જન કરે છે. શું એવા સ્થાયી પદાર્થો મળી શકે જેઓ વધુ તરંગલંબાઈવાળા ફોટોન્સનું શોષણ કરી ઓછી તરંગલંબાઈવાળા ફોટોન્સનું ઉત્સર્જન કરે ?
ના, આવા કોઈ સ્થાયી પદાર્થો મળી શકતા નથી. કારણ કે, આમ કરવા માટે આ સ્થાયી પદાર્થોએ પોતે ફોટોન્સને ઊર્જા સતત આપતા રહેવું પડે જે સ્થાયી અસ્તિત્વ માટે શક્ય નથી.
$1.5 \times 10^{13}\ Hz$ આવૃત્તિ વાળા ફોટોનનું વેગમાન .......છે.
$10^{-5}\,Wm^{-2}$ તીવ્રતાનો પ્રકાશ, $2 \,cm^2$ જેટલું સપાટીનું ક્ષેત્રફળ ધરાવતા સોડિયમ ફોટોસેલ પર પડે છે. સોડિયમના ઉપરના $5$ સ્તરો આપાત પ્રકાશનું શોષણ કરે છે તેમ ધારીને વિકિરણની તરંગ પ્રકૃતિ મુજબ ફોટો ઈલેક્ટ્રીક ઉત્સર્જન માટે કેટલો સમય લાગશે તે નક્કી કરો. ધાતુનું કાર્યવિધેય લગભગ $2\, eV$ જેટલું આપેલું છે. તમારો જવાબ શું સૂચવે છે?
Weld Retina detachment માટે $660\,nm$ તરંગલંબાઈના લેસર પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. $60\, ms$ સમય સુધી અને જેનો પાવર $0.5\, kW$ છે તેવા લેસરને વાપરવામાં આવે તો કેટલા ફોટોનનો ઉપયોગ થયો હશે? [$h\, = 6.62\times10^{- 34}\, Js$]
ફોટોન પરનો વિદ્યુતભાર જણાવો.