પ્રકાશનું સ્વરૂપ કણ કે તરંગ સ્વરૂપ પૈકી કયું સમજવું તે પ્રક્રિયાના પ્રકાર પર આધાર રાખે છે. તે ઉદાહરણ આપી સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આપણી આંખ વડે કોઈ પણ પદાર્થને જોતી વખતે પ્રકાશના કણ અને તરંગ સ્વરૂપના વર્ણનો અગત્યના છે.

આંખની કીકી દ્વારા પ્રકાશ કેન્દ્રિત થવાની પ્રક્રુયા એ પ્રકાશના તરંગ સ્વરૂપ દ્વારા સારી રીતે સમજી શકાય છે.

આંખના રેટિના (પડદા)માં રહેલા કોષો જેવાં કે $Rods$ અને $Cones$ દ્વારા પ્રકાશનું શોષણ સમજવા માટે પ્રકાશના કણ (ફોટોન) સ્વરૂપની જરૂર પડે છે. આમ, વસ્તુને જોતી વખતે પ્રકાશના બંને સ્વરૂપો ભાગ ભજવે છે.

Similar Questions

ફોટોઈલેકટ્રીક અસરમાં

$A$. ફોટો પ્રવાહ આપાત વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે.

$B$. ફોટો ઈલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે.

$C$. ઉત્સર્જિત ફોટો ઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા આપાત પ્રકાશની આવૃતિ પર આધાર રાખે છે.

$D$. ફોટોઈલેક્ટ્રોનના ઉત્સર્જન માટે આપાત વિકિરણની ન્યૂનતમ થ્રેશોલ્ડ તીવ્રતાની જરૂર છે.

$E$. ફોટો ઇલેકટ્રોનની મહત્તમ ગતિઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિથી સ્વતંત્ર છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  • [JEE MAIN 2023]

પ્રકાશના બિંદુવત સ્ત્રોત વડે પ્રકાશિત કરેલ એક ફોટો ઈલેક્ટ્રીક સેલ $1\ m$ દૂર મૂકેલો છે. જો સ્ત્રોતને $2\ m$ દૂર મૂકવામાં આવે તો.....

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી.

$eV$ માં મહત્તમ તરંગ લંબાઈ સાથે દ્રશ્ય પ્રકાશના ફોટોનની ઊર્જા ....... છે.

$200\;W$ નો સોડિયમ સ્ટ્રીટ લેમ્પ $0.6 \mu m$ તરંગલંબાઈનો પીળો પ્રકાશ ઉત્પન કરે છે. વિદ્યુતઊર્જાનું આ લેમ્પ $50\%$ ક્ષમતાથી પ્રકાશઊર્જામાં રૂપાંતર કરતો હોય, તો તેમાંથી એક સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા કેટલી હશે?