આ પ્રશ્ન માં વિધાન $1$ અને વિધાન $2$ છે. આપેલ ચાર વિકલ્પોમાથી બંધબેસતો વિકલ્પ પસંદ કરો.
વિધાન $1$: જો પોતાની અક્ષને અનુલક્ષીને કોણીય ઝડપ $\omega $ થી ભ્રમણ કરતાં પદાર્થની જડત્વની ચાકમાત્રામાં વધારો થાય તો તેના કોણીય વેગ $L$ માં કોઈ પણ ફેરફાર નહિ થાય પણ જો ટોર્ક લગાવેલ નહિ હોય તો ગતિઉર્જા $K$ વધશે.
વિધાન $2$: $L = I\omega $, ભ્રમણ ની ગતિઉર્જા $ = \frac{1}{2}\,I\omega ^2$
વિધાન $1$ અને વિધાન $2$ સત્ય છે પણ વિધાન $2$ એ વિધાન $1$ ની સાચી સમજૂતી નથી.
વિધાન $1$ અસત્ય છે અને વિધાન $2$ સત્ય છે.
વિધાન $1$ અને વિધાન $2$ સત્ય છે અને વિધાન $2$ એ વિધાન $1$ ની સાચી સમજૂતી છે.
વિધાન $1$ સત્ય છે અને વિધાન $2$ અસત્ય છે.
$1\ kg$ દળ અને $40\ cm$ ત્રિજયા ધરાવતી તકતી પોતાની અક્ષને અનુલક્ષીને ની $10\ rev/s$ ઝડપથી ભ્રમણ કરે છે.તેને સ્થિર કરવા માટે કરવું પડતું કાર્ય ......... $J$
જો કુલ ગતિ ઊર્જાનો $50\%$ ચાક ગતિ ઊર્જા હોય તો તે પદાર્થ .......... છે.
$2 \;m$ ત્રિજ્યાના એક વલયનું દળ $100\; kg$ છે. તે એક સમક્ષિતિજ સપાટી પર એવી રીતે ગબડે છે કે જેથી તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ $20\; cm/s$ હોય, તેને રોકવા માટે કેટલું કાર્ય કરવું પડે ?
તકતી ગબડે ત્યારે કુલ ઊર્જા અને ચાકગતિ ઊર્જાનો ગુણોતર કેટલો થાય?
$1$ મી. લંબાઈનો સળિયો શિરોલંબ રાખેલો છે. જ્યારે તેનો બીજો છેડો સરક્યા વિના જમીનને અડકે ત્યારે બીજા છેડાનો ઝડપ કેટલી હશે ?