$0.05\,kg$ નાં બે બિલિયર્ડ બોલ વિરુદ્ધ દિશામાં $10\,ms^{-1}$ સાથે ગતિ કરતાં સંઘાત (અથડામણ) અનુભવે છે અને સમાન ઝડપ સાથે પાછા ફરે છે. જો સંપર્ક સમય $t =0.005\,s$ હોય તો એકબીજાને કારણે પ્રવર્તતું બળ  $.......N$ હશે.

  • [JEE MAIN 2022]
  • A

    $100$

  • B

    $200$

  • C

    $300$

  • D

    $400$

Similar Questions

સ્થિર સ્થિતિએ હવામાં બોમ્બનો વિસ્ફોટ થઈને તેના બે ટુકડાઓ થાય છે. જો એક ટુકડો $v_o$ વેગ સાથે ઉર્ધ્વ શિરોલંબ દિશામાં ગતિ કરે છે. તો બીજો ટુકડો કઈ દિશામાં ગતિ કરતો હશે ?

એક $10 \,kg$ દળની બંદૂકમાંથી $40 \,g$ દળની ગોળી છોડવામાં આવે છે. જો ગોળીનો વેગ $400 \,m / s$ છે, તો બંદુકનો પાછળ થવાનાં ધક્કાનો (રીકોઈલ) વેગ હશે?

એક વિસ્ફોટ થતાં એક ખડકના ત્રણ ટુકડા થઈ જાય છે. આમાંથી બે ટુકડાઓ પરસ્પર લંબ દિશામાં જાય છે. તેમાંના પહેલો $1 \;kg$  દળવાળો ટુકડો $12 \;ms^{-1}$ જેટલી ઝડપથી અને બીજો $2 \;kg$  દળવાળો ટુકડો $8\; ms^{-1} $ જેટલી ઝડપથી ગતિ કરે છે. જો ત્રીજો ટુકડો $4 \;ms^{-1}$ ની ઝડપથી ગતિ  કરે, તો તેનું દળ ($kg$ માં) કેટલું હશે?

  • [AIPMT 2013]

$9\, m/s$ ની ઝડપથી ગતિ કરતો એક બોલ (દડો) તેને સમાન તેવા વિરામ સ્થિતિમાં રહેલ બીજા દડા સાથે સંઘાત અનુભવે છે. સંઘાત બાદ, દરેક દડા મૂળ (પ્રારંભિક) દિશા સાથે $30°$ નો કોણ બનાવે છે. સંઘાત બાદ દડાઓનો વેગનો ગુણોત્તર $x: y$ છે, જ્યાં $x$ ............ છે.

  • [JEE MAIN 2021]

$500 \,m $ ઊંચાઈના ઊભા ખડક પરથી $100\, kg$ ની બંદૂકમાંથી $1\,kg$ ના બોલને સમક્ષિતિજ છોડવામાં આવે છે. ખડકના તળિયેથી તે જમીન પર $400\,m$ અંતરે પડે છે. બંદુક કેટલા વેગથી પાછી ધકેલાશે  (ગુરુત્વપ્રવેગ $g = 10\,ms^{-1}$ લો.)