$10\, kg$ અને $5 \,kg$ દળના બે પદાર્થો $R$ અને $r$ ત્રિજયાના વર્તુળ પર સમાન સમયમાં પરિભ્રમણ પૂરું કરે છે.તો તેમના કેન્દ્રગામી પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?

  • A

    $R/r$

  • B

    $r/R$

  • C

    ${R^2}/{r^2}$

  • D

    ${r^2}/{R^2}$

Similar Questions

નીચે આપેલ વિધાનોને ધ્યાનથી વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચાં છે કે ખોટાં :

$(a)$ વર્તુળ ગતિમાં કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ હંમેશાં વર્તુળાકાર પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય છે.

$(b)$ કોઈ બિંદુ પાસે કણનો વેગ હંમેશાં તે બિંદુ પાસેના પથની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે.

$(c)$ નિયમિત વર્તુળ ગતિ કરતાં કણ માટે એક પરિભ્રમણ પર લીધેલ સરેરાશ પ્રવેગ $0$ સદિશ હોય છે.

પોતાની ધરીની આસપાસ પૃથ્વીની કોણીય ઝડપ ............. $rad / s$ છે ?

નિયમિત કોણીય ગતિ દરમિયાન નીચે આપેલ કઈ રાશિ અચળ રહે છે?

પદાર્થની ઝડપ બમણી અને કોણીય ઝડપ અડધી કરવામાં આવે,તો કેન્દ્રગામી પ્રવેગ કેટલો થાય?

નિયમિત વર્તુળ ગતિ એટલે શું ? યોગ્ય આકૃતિનો ઉપયોગ કરીને નિયમિત વર્તુળ ગતિમાં પ્રવેગ ${a_c}\, = \,\frac{{{v^2}}}{r}$ સૂત્ર મેળવો. દર્શાવો કે તેની દિશા ત્રિજ્યા પર કેન્દ્ર તરફ હોય છે.