બે સમઅક્ષીય તકતી જેની જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_1$ અને $I_2$ છે જે અનુક્રમે $\omega_1$ અને $\frac{\omega_1}{2}$ કોણીય વેગથી તેમની સામાન્ય અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. જ્યારે તેમને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે તે સમાન કોણીય વેગથી ગતિ કરે છે. જો $E_f$ અને $E_i$ તેમની અંતિમ અને શરૂઆતની કુલ ઉર્જા હોય તો $(E_f -E_i)$ કેટલું થાય?
$\frac{{{I_1}\omega _1^2}}{6}$
$\frac{3}{8}{I_1}\omega _1^2$
$ - \frac{{{I_1}\omega _1^2}}{{12}}$
$ - \frac{{{I_1}\omega _1^2}}{{24}}$
એક ચક્રની જડત્વની ચાકમાત્રા $10\ kg-m^2$ છે.તે $1$ મિનિટમાં $10$ પરિભ્રમણ કરે છે.તેની ઝડપ $5$ ગણી વધારવા માટે કરવું પડતું કાર્ય.......... $J$
એક ઘન ગોળો ગબડતી ગતિમાં છે.ગબડતિ ગતિ (લોટણ ગતિ) માં પદાર્થ સ્થાનાંતરીત ગતિઊર્જા $(K_t) $ અને ભ્રમણીય ગતિઊર્જા $(K_r)$ એક સાથે ધરાવે છે.આ ગોળા માટે $ K_t: (K_t+ K_r)$ નો ગુણોત્તર છે.
એક વર્તુળાકાર તક્તિ સમક્ષિતિજ સમતલ પર કોણીય વેગ $\omega$ સાથે એવી રીતે ગતિ કરે છે, કે જેની અક્ષ તેના કેન્દ્રમાંથી પસાર થાય અને તક્તિને લંબ હોય. એક વ્યક્તિ તેના કેન્દ્ર પર બેસીને હાથ વડે બે ડંબેલોને ધરાવે છે. જયારે તે તેના હાથને ખેંચે છે ત્યારે તેની જડત્વની ચાકમાત્રા ત્રણ ગણી થાય છે. જો $E$ તંત્રની શરૂઆતની ગતિ ઊર્જા હોય, તો અંતિમ ગતિ ઊર્જા $\frac{E}{x}$ હશે. જ્યાં $x$ નું મૂલ્ય ........ છે.
$70\, kg$ નો એક માણસ બેઠેલી સ્થિતિમાથી હવામાં ઊભી છલાંગ લગાવે છે. કૂદકો મારીને પોતાને ઊંચકવા માટે તે માટે માણસ જમીનને અચળ બળ $F$ થી ધકેલે છે. તે કૂદકો મારે તે પહેલા દ્રવ્યમાન કેન્દ્ર $0.5\, m$ જેટલું ઊંચકાય છે. કૂદકો માર્યા પછી દ્રવ્યમાન કેન્દ્ર વધુ $1\, m$ ઉપર જાય છે. તો સ્નાયુઓ દ્વારા આપવામાં આવેલ પાવર કેટલો હશે? ( $g\, = 10\, ms^{-2}$)
$2\,kg$ દ્રવ્યમાન ધરાવતો ધનગોળો સમક્ષિતિજ પૃષ્ઠ પર $2240\,J$ ગતિઉર્જા સાથે શુદ્ધ લોટણ ગતિ કરે છે. તો ગોળાના કેન્દ્રનો વેગ $............ms ^{-1}$ હશે.