$I$ જેટલી સમાન તીવ્રતા ધરાવતા પ્રકાશની બે કિરણાવલિઓ (beams) $A$ અને $B$ એક પડદા પર અથડાય છે. તે વડે પડદાને અથડાતા ફોટોન્સની સંખ્યા $B$ કરતાં બમણી છે. તો તમે આ બે બીમની આવૃત્તિઓ વિશે શું નિષ્કર્ષ કાઢશો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પ્રકાશની તીવ્રતા વ્યાખ્યાનુસાર,

$I =\frac{ E _{n}}{ A t}=\frac{n h f}{ A t}$

(જ્યાં $A =$ અત્રે આપેલા પડદાનું ક્ષેત્રફળ)

$\therefore I =n^{\prime} h f$

જ્યાં $n^{\prime}=\frac{n}{ A t}=$ પડદાના એક્મ ક્ષેત્રફળ પર એક્મ સમયમાં આપાત થતાં ફોટોન્સની સંખ્યા

$\therefore n^{\prime} f=\frac{ I }{h}=$ અચળ $\quad(\because$ અત્રે I અચળ છે $)$

$\therefore n_{ A }^{\prime} f_{ A }=n_{ B }^{\prime} f_{ B }$

$\therefore\left(2 n_{ B }^{\prime}\right) f_{ A }=n_{ B }^{\prime} f_{ B } \quad$ (રકમ પ્રમાણે $)$

$\therefore f_{ A }=\frac{f_{ B }}{2}$

બીમ $A$ ની આવૃત્તિ, બીમ $B$ ની આવૃત્તિ કરતાં અડધી હશે.

Similar Questions

વ્યવહારમાં એવાં દ્રવ્યો છે જેઓ ટૂંકી તરંગલંબાઈવાળા ફોટોન્સનું શોષણ કરી વધુ તરંગલંબાઈવાળા ફોટોન્સનું ઉત્સર્જન કરે છે. શું એવા સ્થાયી પદાર્થો મળી શકે જેઓ વધુ તરંગલંબાઈવાળા ફોટોન્સનું શોષણ કરી ઓછી તરંગલંબાઈવાળા ફોટોન્સનું ઉત્સર્જન કરે ?

$\lambda = 4000\ \mathring A $ ની તંરગ લંબાઈના ફોટોનની ઊર્જા = ..….$eV.$

ફોટોનનું સ્થિર દળ કેટલું હોય.

ફોટોનનું વેગમાન $2 \times {10^{ - 16}}gm-cm/sec $ હોય,તો ઊર્જા કેટલી થાય?

ફોટોન સંઘાત થયા પછી આશરે કેટલા સમયમાં ફોટો ઈલેક્ટ્રોન ઉત્સર્જાઈને બહાર આવે?

  • [AIEEE 2006]