અવરોધ $R_1 = 300 \pm 3\Omega $ અને અવરોધ $R_2 = 500 \pm 4\Omega$ ને શ્રેણીમાં જોડવામાં આવે, તો આ જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો થાય ?
$(800 \pm 1) \,\Omega $
$(800 \pm 7) \,\Omega $
$(200 \pm 7) \,\Omega $
$(200 \pm 1) \,\Omega $
પ્રતિશત ત્રુટીનો એકમ શું થાય?
આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ. જેમાં ક્રમિક અવલોકનોનાં માપ નીચે મુજબ મળે છે : $2.63 \;s , 2.56 \;s , 2.42\; s , 2.71 \;s$ અને $2.80 \;s$ તો અવલોકનોમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરો.
નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ સમજાવો.
બીકર (પાત્ર) જ્યારે ખાલી હોય ત્યારે દળ $(10.1 \pm 0.1) \,gm $ ગ્રામ છે. અને જ્યારે તે સંપૂર્ણ પ્રવાહીથી ભરેલું હોય ત્યારે તેનું દળ $ (17.3 \pm 0.1)$ ગ્રામ થાય છે. ચોકસાઈની શક્ય મર્યાદામાં પ્રવાહીના દળનું સર્વોતમ મૂલ્ય શું હશે ?
એક વિદ્યાર્થી પ્રયોગશાળામાં તારની જાડાઈ સ્ક્રૂગેજની મદદથી માપે છે. તેના આવલોકનો $1.22 \,mm , 1.23 \,mm , 1.19 \,mm$ , $1.20 \,mm$ છે. પ્રતિશત ત્રૂટિ $\frac{x}{121} \%$ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?