ધાતુ પતરામાંથી બનેલા સમઘન આકારની પેટી (બોક્સ) ની દરેક બાજુ $‘a'$ છે ધાતુ પતરા માટે ઓરડાનાં તાપમાન $'T'$ એ રેખીય પ્રસરણાંક $‘\alpha$' છે. ધાતુ પતરાને સમાન રીતે ઓછા તાપમાન $\Delta T$ થી ગરમ કરવામાં આવે છે કે જેથી તેનું નવું તાપમાન $T +\Delta T$ થાય છે. ધાતુ પેટીનાં કદમાં થતો વધારો ...............
$3 a^{3} \alpha \Delta T$
$4 a ^{3} \alpha \Delta T$
$4 \pi a ^{3} \alpha \Delta T$
$\frac{4}{3} \pi a ^{3} \alpha \Delta T$
$88\; cm$ ના એક તાંબાના સળિયા અને અજ્ઞાત લંબાઈના એલ્યુમિનિયમના સળિયાની લંબાઈઓમાં તાપમાનના વધારાથી સ્વતંત્ર રીતે વધારો થાય છે. આ એલ્યુમિનિયમના સળિયાની અજ્ઞાત લંબાઈ($cm$ માં) કેટલી હશે?
$({\alpha _{Cu}} = 1.7 \times {10^{ - 5}}\,{K^{ - 1}}$ અને ${\alpha _{Al}} = 2.2 \times {10^{ - 5}}\,{K^{ - 1}})$
રેખીય પ્રસરણ સમજાવો અને રેખીય-પ્રસરણાંકની વ્યાખ્યા અને એકમ લખો.
$20°C$. તાપમાને $50\ cm$ ના લોખંડના સળિયાને $100\ cm$. લંબાઇના એલ્યિુમિનિયમના સળિયા સાથે જોડેલ છે. જો ${\alpha _{Fe}} = 12 \times {10^{ - 6}}°C^{-1}$ અને ${\alpha _{Al}} = 24 \times {10^{ - 6}}°C^{-1}$હોય તો તંત્રનો રેખીય ઉષ્મા પ્રસરણાંક કેટલો થાય?
રેલ્વેના સ્ટીલના સળિયાની લંબાઈ $5\,m$ અને આડછેડનું ક્ષેત્રફળ $40\,cm^2$ નું તાપમાન $10\,^oC$ વધારવામાં આવે છે પરંતુ તેની લંબાઈમાં વધારો થવા દેવામાં આવતો નથી. જો તેનો રેખીય પ્રસરણાંક અને યંગ મોડ્યુલૂસ અનુક્રમે $1.2\times10^{-5}\, K^{-1}$ અને $2\times10^{11}\, Nm^{-2}$ હોય તો રેલ્વેના સ્ટીલના સળિયામાં કેટલુ તણાવ ઉત્પન્ન થશે?
આદર્શવાયુ માટે $0\,^oC$ તાપમાને કદ પ્રસરણાંકનું મૂલ્ય લખો.