કઈ પરિસ્થિતિમાં વસ્તુના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપનાં મૂલ્યો સમાન થાય ?
જો વસ્તુ ચોક્કસ દિશામાં સુરેખ ગતિ કરતી હોય ત્યારે સરેરાશ વેગનું મૂલ્ય અને સરેરાશ ઝડપ સમાન બને.
તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો કે,
$(i)$ તે અચળ પ્રવેગથી ગતિ કરે છે ?
$(ii)$ તે અસમાન પ્રવેગથી ગતિ કરે છે ?
એક બસ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે તથા $2\,min$ સુધી $0.1\, m s^{-2}$ ના અચળ પ્રવેગથી ગતિ કરે છે, તો $(a)$ પ્રાપ્ત કરેલ ઝડપ $(b)$ તેણે કાપેલ અંતર શોધો.
$52\, km\, h^{-1}$ ની ઝડપથી ગતિ કરતી કારનો ડ્રાઇવર બ્રેક મારતાં, કારમાં ગતિની વિરુદ્ધ દિશામાં અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે. કાર $5\, s$ માં અટકી જાય છે. બીજો ડ્રાઇવર $3\, km\, h^{-1}$ ની ઝડપથી ગતિ કરતી બીજી કાર પર ધીમેથી બ્રેક લગાડતાં તે $10\, s$ માં અટકે છે. એક જ આલેખ (ગ્રાફ) પેપર પર ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ બંને કાર માટે દોરો. બ્રેક લગાડયા બાદ બંનેમાંથી કઈ કાર વધારે દૂર સુધી જશે ?
$300\, m$ ના સીધા રસ્તા પર જોસેફ જોગીંગ કરતો કરતો $2$ $min$ $30$ $s$ માં એક છેડા $A$ થી બીજા છેડા $B$ સુધી પહોંચે છે. ત્યાંથી પાછો ફરી $1$ મિનિટમાં $100\, m$ પાછળ રહેલાં બિંદુ $C$ પર પહોંચે છે. જોસેફની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ $A$ છેડાથી $C$ છેડા સુધી કેટલો હશે ?
અબ્દુલ, ગાડી દ્વારા શાળાએ જતી વખતે સરેરાશ ઝડપ $20 \,km\,h^{-1}$ માપે છે. તે જ રસ્તા પર પાછા ફરતી વખતે ટ્રાફિક ઓછો હોવાને કારણે તે $40\, km \,h^{-1}$ સરેરાશ ઝડપ માપે છે. અબ્દુલની સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ($km\,h ^{-1}$ માં) કેટલી હશે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.