$0.5\,m$ લાંબા સળિયા પર તાપમાન પ્રચલનનું મૂલ્ય $80\,^oC/m$ છે. ગરમ છેડાનું તાપમાન $30\,^oC$ છે, તો ઠંડા છેડાનું તાપમાન કેટલું ?
$\frac{\mathrm{T}_{1}-\mathrm{T}_{2}}{\mathrm{~L}}=80$ $30-\mathrm{T}_{2} 80 \times \mathrm{L}$ $=80 \times 0.5$ $30-\mathrm{T}_{2}=40$
$\therefore \mathrm{T}_{2}=30-40$
$\therefore \mathrm{T}_{2}=-10^{\circ} \mathrm{C}$
શિયાળામાં સવારે ધાતુની સપાટી લાકડાની સપાટી કરતાં વધુ ઠંડી લાગે કારણ કે...
નળાકાર સળીયામાં ઉષ્માના વહનનો દર $Q_1$ છે. સળીયાના છેડે તાપમાન $T_1$ અને $T_2$ છે. જો સળીયાના બધા જ પરિણામ બમણાં કરવામાં આવે અને તાપમાન તેટલું જ રાખવામાં આવે ત્યારે ઉષ્માવહનનો દર $Q_2$ છે, તો......
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક દિવાલમાં એકાંતરે ક્રમશ: $K_1 $ અને $K_2$ ઉષ્મા વાહકતા ધરાવતા $d$ લંબાઇના બ્લોક્સ ધરાવે છે. આ બ્લોક્સના આડછેદના ક્ષેત્રફળ સમાન છે. આ દિવાલની ડાબી અને જમણી બાજુ વચ્ચેની સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થાય?
બે સમાન પાત્રમાં સમાન જથ્થામાં બરફ ભરવામાં આવ્યો છે. પાત્ર જુદી જુદી ધાતુના છે. જો બંને પાત્રમાં બરફ અનુક્રમે $20$ અને $35$ મિનિટમાં પીગળતો હોય ત્યારે બંનેની ઉષ્માવાહકતા નો ગુણોત્તર શોધો.
જુદા જુદા દ્રવ્યોના બનેલા બે ગોળાઓમાં પ્રથમ ગોળાની ત્રિજ્યા બીજા ગોળાની ત્રિજ્યા કરતાં બમણી અને દીવાલની જોડાઈ ચોથા ભાગની છે. તેમને સંપૂર્ણપણે બરફથી ભરી દેવામાં આવે છે. જો મોટી ત્રિજ્યા ધરાવતા ગોળાના બરફને સંપૂર્ણપણે પીંગળતાં લાગતો સમય $25 min$ અને નાની ત્રિજ્યા ધરાવતા ગોળાના બરફને સંપૂર્ણપણે પીંગળતાં લાગતો સમય $16 min$ હોય, તો મોટા અને નાના ગોળાનાં દ્રવ્યોની ઉષ્માવાહકતાનો ગુણોત્તર ..........