- Home
- Standard 12
- Physics
વ્હીસ્ટન બ્રિજમાં તટસ્થબિંદુ પદ્ધતિનો ફાયદો શું છે ? બીજી પદ્ધતિથી અજ્ઞાત અવરોધ ${{\rm{R}}_{{\rm{unknown}}}}$ શોધવા માટે કઈ વધારાની માપનની જરૂરીયાત છે ? તે જાણવો ?
Solution
વ્હીટસ્ટોન બ્રિજમાં તટસ્થબિંદુ પદ્ધતિનો ફાયદો એ છે કે તટસ્થબિંદુના સ્થાન પર ગોલ્વેનોમીટરના અવરોધની કોઈ અસર થતી નથી તેથી અવરોધમાં કે ગેલ્વેનોમીટરના આંતરિક અવરોધમાં પ્રવાહ નક્કી કરવાની જરૂર પડતી નથી.
આ પદ્ધતિ અવલોકનકારને સરળ અને અનુકૂળ છે.
અજ્ઞાત અવરોધ શોધવાની બીજી પદ્વતિમાં પરિપથ માટે કિર્ચોફના નિયમો લાગુ પાડીને અજ્ઞાત અવરોધ શોધી શકાય છે. આ માટે બધી શાખામાં અવરોધોમાંથી અને ગેલ્વેનોમીટરમાંથી અને ગેલ્વેનોમીટરના આંતરિક અવરોધમાંથી વહેતાં ચોકસાઈપૂર્વકના પ્રવાહના માપનની જરૂર પડે છે.
નોંધ : વહીટસ્ટોન બ્રિજના સમતોલન સ્થિતિ માટે જરૂરી અને પર્યાપ્ત શરત, $\frac{P}{Q}=\frac{R}{S}$
જ્યાં $P$ અને $Q$ એ લંબાઈઓનો ગુણોત્તર અને $R$ એ અજ્ઞાત તથા $S$ એ જાત અવરોધ છે.