કોઈ વસ્તુની ગતિની બાબતમાં તમે શું કહી શકો જેનો ઝડપ-સમયનો આલેખ સમયની એક્ષને સમાંતર રેખા હોય ?
વસ્તુ સમાન (અચળ) ઝડપથી ગતિ કરે છે અને તેનો પ્રવેગ શૂન્ય છે.
તળાવમાં સ્થિર અવસ્થામાં રહેલી એક મોટરબોટ સુરેખ પથ પર $3.0\, m s^{-2}$ ના અચળ પ્રવેગથી $8.0 \,s$ સુધી ગતિ કરે છે. આ સમયગાળામાં મોટરબોટ કેટલી દૂર ($m$ માં) ગઈ હશે ?
ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
$300\, m$ ના સીધા રસ્તા પર જોસેફ જોગીંગ કરતો કરતો $2$ $min$ $30$ $s$ માં એક છેડા $A$ થી બીજા છેડા $B$ સુધી પહોંચે છે. ત્યાંથી પાછો ફરી $1$ મિનિટમાં $100\, m$ પાછળ રહેલાં બિંદુ $C$ પર પહોંચે છે. જોસેફની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ $A$ છેડાથી $C$ છેડા સુધી કેટલો હશે ?
જ્યારે કોઈ વસ્તુ નિયમિત ગતિ કરતી હોય ત્યારે તેનો ગતિપથ કેવો દેખાશે ?
એક એથલેટ્ $200\, m$ વ્યાસ ધરાવતા વર્તુળાકાર પથ પર એક ચક્કર $40\, s$ માં પૂરું કરે. છે. $2 \,min$ $20 \,s$ બાદ તેણે કેટલું અંતર કાપેલ હશે તથા તેનું સ્થાનાંતર કેટલું હશે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.