- Home
- Standard 12
- Biology
7.Human Health and Disease
hard
મેલેરિયા રોગ વિશે માહિતી આપો.
Option A
Option B
Option C
Option D
Solution

મનુષ્યમાં કેટલાક રોગો પ્રજીવો દ્વારા પણ થાય છે. તમે મેલેરિયા (malaria) વિશે સાંભળ્યું જ હશે. તે એક એવો રોગ છે કે જેની સામે મનુષ્ય વર્ષોથી લડી રહ્યો છે (સામનો કરી રહ્યો છે). આ રોગ માટે પ્લાઝમોડિયમ નામનું નાનું પ્રજીવ જવાબદાર છે.
પ્લાઝમોડિયમની ભિન્ન જાતિઓ ($P$ vivar, $P$ malaria, $P$ falciparum) વિવિધ પ્રકારના લેરિયા માટે જવાબદાર છે. આમાંથી પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ દ્વારા થતો મેલેરિયા સૌથી ગંભીર છે અને તે ઘાતક પણ હોઈ શકે છે.
સંક્રમિત એનોફિલિસ માદા મચ્છર જ્યારે મનુષ્યને કરડે છે ત્યારે પ્લાઝમોડિયમ સ્પોરોઝુઓઇટ સ્વરૂપે મનુષ્યના દેહમાં પ્રવેશે છે.
Standard 12
Biology