- Home
- Standard 12
- Physics
જો કેપેસિટરનું કેપેસિટન્સનું મૂલ્ય મોટું હોય તો શું થાય અને બ્રેકડાઉન તથા ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની વ્યાખ્યાઓ લખો.
Solution
જો કૅપેસિટરનું કૅપેસિટન્સનું મૂલ્ય મોટું હોય તો આપેલા વિદ્યુતભાર માટે સ્થિતિમાનનો તફાવત $V$ નું મૂલ્ય નાનું મળે. $\left[\right.$ કારણ કે $\left.C =\frac{ Q }{ V }\right]$
આનો અર્થ એ થાય કે મોટો કૅપેસિટન્સ ધરાવતું કૅપેસિટર પ્રમાણમાં નાના સ્થિતિમાનના તફાવત માટે મોટા જથ્થાનો વિદ્યુતભાર ધારણ કરી શકે.
જે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત મોટો હોય તો કેપેસિટરોની સુવાહક પ્લેટોની આસપાસ પ્રબળ વિદ્યુતક્ષેત્ર હોય છે. પ્રબળ વિદ્યુતક્ષેત્ર આસપાસની હવાનું આયનીકરણ કરી શકે છે. આ રીતે ઉત્પન્ન થયેલા વિદ્યુતભારો, વિરુધ્ધ રીતે વિદ્યુતભારિત પ્લેટો તરફ પ્રવેગિત થાય છે અને કૅપેસિટરની પ્લેટો પરના વિદ્યુતભારને અંશતઃ તટસ્થ કરી દે છે.
કૅપેસિટરની એક પ્લેટ પરનો વિદ્યુતભાર અવાહક માધ્યમમાંથી પસાર થઈ (લીક થઈ)ને બીજ પ્લેટ પર પહોંચે છે તેથી કૅપેસિટર નકામું બને છે.
સુવાહકના પૃષ્ઠ પર જો વિદ્યુતભારની સંખ્યા ધણી મોટી હોય તો તે ભાગ પાસે વિદ્યુતક્ષેત્ર પ્રબળ હોય છે. તેથી, પૃષ્ઠ પરના ઈલેક્ટ્રોન તેમને સુવાહક સાથે જકડી રાખતા બળોનો સામનો કરીને પૃષ્ઠ પરથી છટકી જય. આ ધટનાને ડાઈઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહે છે અને તેને કોરોના ડિસ્ચાર્જ પણ કહે છે.
ડાઇઈલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા સિવાય જે મહત્તમ વિદ્યુતક્ષેત્રનો સામનો કરી શકે તેને ડાઈઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે.
હવા માટે ડાઇઈલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય લગભગ $3 \times 10^{6} V / m$ છે અને વિદ્યુતક્ષેત્રના આ મૂલ્ય માટે કુપેસિટરની બે પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $3 \times 10^{4} V$ છે.
જે વિદ્યુતભાર લીક થયા સિવાય કૅપેસિટરની પ્લેટો પર મોટો જથ્યો ધારણ કરવા માટે કૅપેસિટરનું કૅપેસિટન્સ પૂરતું મોટો હોવું જોઈએ.