$\alpha _V$ કોને કહે છે ? તેના મૂલ્યનો આધાર શેના પર છે ? તેનો એકમ લખો.
એક પદાર્થની $0 °C$ તાપમાને ઘનતા $10 gm/cm^{3}$ અને $100°C$ તાપમાને ઘનતા $9.7 gm/cm^{3} $ છે, તો પદાર્થના દ્રવ્યનો રેખીય પ્રસરણાંક ..... $°C^{-1}$
$100\;cm$ લંબાઈના સિલ્વરનાં તળિયાનું તાપમાન $0^{\circ} C$ થી $100^{\circ} C$ કરતા તેની લંબાઈ $0.19\;cm$ વધે છે,સિલ્વરનાં સળિયાનું કદ પ્રસરણાંક .....
ગ્લિસરિન માટે કદ-પ્રસરણાંક $49 \times10^{-5}\, K^{-1}$ છે. જો તેનાં તાપમાનમાં $30 \,^oC$ નો વધારો કરવામાં આવે, તો તેની ઘનતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે ?
$30^{\circ} C$ તાપમાને રહેલ બેકેલાઇટના બીકરની ક્ષમતા $500\, cc$ છે. જ્યારે તેને ($30^{\circ}$ તાપમાને) $V _{ m }$ જેટલા કદના પારા વડે આંશિક ભરેલ છે. એવું જોવા મળે છે કે તાપમાન બદલાતા બીકરના ખાલી રાખેલ ભાગનું કદ અચળ રહે છે. જો $\gamma_{\text {(beaker) }}=6 \times 10^{-6}{ }^{\circ} C ^{-1}$ અને $\gamma_{(\text {mercury })}=1.5 \times 10^{-4}{ }^{\circ} C ^{-1},$ જ્યાં $\gamma$ કદ પ્રસરણાંક હોય તો કદ $V _{ m }($ $cc$ માં) લગભગ કેટલું હશે?
બ્રાસના બે સળિયાઓ $A$ અને $B$ ની લંબાઈ અનુક્રમે $l$ અને $2l$ છે તથા ત્રિજ્યા અનુક્રમે $2r$ અને $r $છે. જો બંનેને એકસરખા તાપમાન સુધી ગરમ કરવામાં આવે, તો સળિયા $A$ અને $B$ ના કદમાં વધારાનો ગુણોત્તર .....