સમોષ્મી પ્રક્રિયા એટલે શું ? આદર્શવાયુ માટે સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્યનું સૂત્ર મેળવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જે પ્રક્રિયા દરમિયાન તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય થતો ન હોય તેવી પ્રક્રિયાને સમોષ્મી પ્રક્રિયા કહે છે. થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ $\Delta Q =\Delta U +\Delta W$ માં સમોષ્મી પ્રક્રિયા માટે $\Delta Q =0$

$\therefore \Delta U =-\Delta W$ અથવા $-\Delta U =\Delta W$

એટલે વાયુ વડે થયેલ કાર્ય તેની આંતરિકઊર્જામાં ધટાડો કરે અને વાયુ પર થયેલ કાર્ય તેની આંતરિકઊર્જમાં વધારો કરે.

આદર્શ વાયુ માટે સમોષ્મી પ્રક્રિયામાં,

$PV ^{\gamma}$=અચળ

જ્યાં $\gamma$ એ અચળ દબાણે અને અચળ કદ મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાઓનો ગુણોત્તર છે.

$\therefore \gamma=\frac{ C _{ P }}{ C _{ V }}$

સમોષ્મી ફેરફાર દ્વારા આદર્શ વાયુની $\left[ P _{1}, V _{1}, T _{1}\right]$ અવસ્થામાંથી $\left[ P _{2}, V _{2}, T _{2}\right]$ અવસ્થામાં આવે તો થતું કાર્ય $\Delta W =$ $P \Delta V$

કુલ ફેરફારથી થતું કુલ કાર્ય $W$ હોય તો

$W =\int_{ V _{1}}^{ v _{2}} P d V \ldots(1)$

પણ $PV'$ = અચળાંક

$\therefore \quad P=$અંચલાંક/${V^{\gamma}} \ldots(2)$

$\therefore$ સમીકરણ $(1)$ માં સમીકરણ $(2)$ ની કિંમત મૂક્તાં,

$W =$અચળાંક /$\times \int_{ V _{1}}^{ v _{2}} \frac{d V }{ V ^{\gamma}}$

$=$ અચળાંક $\times\left[\frac{ V ^{\gamma+1}}{-\gamma+1}\right]_{ V _{1}}^{ V _{2}}$

$=$આંચળાંક/${1-\gamma} \times\left[ V _{2}^{-\gamma+1}- V _{1}^{-\gamma+1}\right]$

$=\frac{1}{1-\gamma}$અચળાંક/${V _{2}^{\gamma-1}}$$-$અચળાંક/${ V _{1}^{\gamma-1}}]=\frac{1}{1-\gamma}$$[\frac{ P _{2} V _{2}^{\gamma}}{ V _{2}^{\gamma-1}}-\frac{ P _{1} V _{1}^{\gamma}}{\gamma-1}][\because$ સમીકરણ $(2)$ પરથી]

Similar Questions

$T$ તાપમાને રહેલ એક $R$ ત્રિજયાના પોલા ગોળાને ધ્યાનમાં લો. તેની અંદર રહેલા કાળા-પદાર્થ વિકિરણને,જેની એકમ કદ દીઠ આંતરિક ઊર્જા $E=$ $\frac{U}{V} \propto {T^4}$ અને દબાણ $P = \frac{1}{3}\left( {\frac{U}{V}} \right)$ ધરાવતા ફોટોનના બનેલા આદર્શ વાયુ તરીકે વિચારી શકાય. હવે જો આ પોલો ગોળો જો સમોષ્મી વિસ્તરણ અનુભવે તો $T$ અને $R$ વચ્ચેનો સંબંધ:

  • [JEE MAIN 2015]

જ્યારે વાયુનું સંકોચન થાય ત્યારે તે ગરમ શાથી થાય છે ?

વાતાવરણમાં હવા જ્યારે ઊંચે જાય છે ત્યારે તે ઠંડી શાથી થાય છે ? 

સમોષ્મી પ્રક્રિયા માટે બલ્ક મોડયુલસ $ 2.1 \times {10^5}N/{m^2}. $ હોય,તો સમતાપી પ્રક્રિયા માટે બલ્ક મોડયુલસ કેટલો થાય? $ \left( {\frac{{{C_p}}}{{{C_v}}} = 1.4} \right) $

સમોષ્મી પ્રક્રિયામાં શું અચળ રહે છે ? તાપમાન કે ઉષ્મા ?