પૃષ્ઠ-પ્રસરણ એટલે શું ? પૃષ્ઠ-પ્રસરણાંકની વ્યાખ્યા અને એકમ લખો.
એક સાદુ લોલક $0°C$.તાપમાને બરાબર સમય આપે છે. $25°C,$ તાપમાને એક દિવસમાં $12.5\, sec$ ગુમાવે છે. તો ઘડિયાળના ઘાતુના રેખીય પ્રસરણાંક કેટલો થાય?
ધાતુના સળિયાનો ઉપયોગ ગજિયા લોલક તરીકે કરવામાં આવે છે. જો ઓરડાના તાપમાનમાં $10°C$ નો વધારો કરવામાં આવે અને સળિયાની ધાતુનો રેખીય પ્રસરણાંક $2 × 10^{-6} {°}C^{-1}$ હોય, તો ગજિયા લોલકના આવર્તકાળમાં થતો પ્રતિશત ફેરફાર ...... $\%$
ગ્લિસરિન માટે કદ-પ્રસરણાંક $49 \times10^{-5}\, K^{-1}$ છે. જો તેનાં તાપમાનમાં $30 \,^oC$ નો વધારો કરવામાં આવે, તો તેની ઘનતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે ?
એક આદર્શ વાયુ માટે દબાણ $(P)$ અને તાપમાન $(T)$ વચ્ચે $PT ^2=$ અચળ, સૂત્ર પ્રમાણે સંબંધ છે. વાયુ માટે કદ પ્રસરણાંક $............$ જેટલો થશે.
${L_0}$ લંબાઇના તારનું તાપમાન $T$ વધારવામાં આવે,ત્યારે તેની ઊર્જા ઘનતા કેટલી થાય? તારનો કદ પ્રસરણાંક $\gamma$ અને યંગ મોડયુલસ $Y$ છે.