એક ભૌતિકરાશિ $Q$ એ $a, b, c$ રાશિઓ સાથે $Q=\frac{a^4 b^3}{c^2}$ સમીકરણ મુજબ સંબંધ ધરાવે છે. $a, b$ અને $c$ માં પ્રતિશત ત્રૂટિ અનુક્રમે $3 \%, 4 \%$ અને $5 \%$ છે. $Q$ માં પ્રતિશત ત્રુટિ__________છે.
$66 \%$
$43 \%$
$34 \%$
$14 \%$
ગુરુત્વાકર્ષણને લીધે સાવાતા પ્રવેગને સાદા લોલકનો ઉ૫યોગ કરીને પૃથ્વીની સપાટી પર માપવામાં આવે છે. જો $\alpha$ અને $\beta$ અનુક્રમે લંબાઈ અને સમયના માપનમાં સંબંધિત ત્રુટિ છે, તો ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ માપનની પ્રતિશત ત્રુટી કેટલી થશે?
સાદા લોલકના પ્રયોગમાં ગુરુત્વ પ્રવેગ $g$ ના માપન માટેના $20$ અવલોકન $1\, s$ લઘુત્તમ માપશક્તિ ધરાવતી ઘડિયાળ દ્વારા માપવામાં આવે છે. તેના સમયના માપનનું સરેરાશ મૂલ્ય $30\,s$ મળે છે. લોલકની લંબાઈ $1\, mm$ લઘુત્તમ માપશક્તિ ધરાવતી મીટરપટ્ટી વડે માપતા $55.0\,cm$ મળે છે. $g$ ના માપનમા ........... $\%$ ત્રુટિ હશે.
નળાકારની લંબાઈ કે જે $0.1\, cm $ જેટલી અલ્પતમ ક્ષમતા ધરાવતાં મીટર સળિયાની મદદથી માપેલ છે. તેનો વ્યાસ $ 0.01\,cm$ અલ્પત્તમ ક્ષમતા ધરાવતા વર્નિયર કેલીપર્સની મદદથી માપેલ છે. આપેલ લંબાઈ $ 5.0\, cm$ અને $2.00\, cm $ વ્યાસ છે. કદમાં પ્રતિશત ત્રુટિ ........ $\%$ હશે .
ત્રુટિઓ માટે સરવાળા કે તફાવતના કારણે અંતિમ પરિણામમાં મળતી ત્રુટિ અંગેનો નિયમ લખો.
વિધાન: જ્યારે દળ અને વેગના માપન માં મળતી ટકાવાર ત્રુટિઓ અનુક્રમે $1\%$ અને $2\%$ હોય તો ગતિ ઉર્જામાં મળતી ટકાવાર ત્રુટિ $5\%$ હશે.
કારણ: $\frac{{\Delta E}}{E} = \frac{{\Delta m}}{m} + \frac{{2\Delta v}}{v}$