Free body diagram એટલે શું?
કણના સ્થાનાંતરિત ગતિમાના સંતુલન માટેની શરત લખો.
બળના $SI$ એકમ ન્યૂટનની અને બળના $CGS$ એકમ ડાઇનની વ્યાખ્યા આપો.
આકૃતિ જુઓ. $6 \,kg$ દળને છતથી $2 \,m$ લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. દોરડાના મધ્યબિંદુ $(P)$ એ $50 \,N$ નું એક બળ સમક્ષિતિજ દિશામાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. સંતુલન સ્થિતિમાં દોરડું ઊર્ધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે. ? ( $g = 10 \;m s^{-2}$ લો ). દોરડાનું દળ અવગણો.
બળ વિશેનો પ્રાથમિક ખ્યાલ સમજાવો.
એક વ્યક્તિ વજનદાર વસ્તુને કોઈ સપાટી પર અચળ વેગ થી ગતિ કરાવવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બળ $(F)$ પૂરું પાડે છે. તો તે સપાટી કયા પ્રકારની હશે?